હાટકેશ્વરમાં ટ્રક ચાલકે ટુ-વ્હીલર દંપતીને લીધા અડફેટે, મહિલાનું મોત

January 22, 2022

અમદાવાદમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટના બની રહી છે. અને આવી ઘટનામાં માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. ત્યારે આવામાં શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાનું મોત થયું છે

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાટકેશ્વરમાં મોડી રાત્રે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે ટુ વ્હિલર પર સવાર દંપતિને અડફેટે લીધું હતું.અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું હતું આ અકસ્માતમાં એક ઇકો કારને પણ ટ્રક ચાલકે નુકસાન પહોંચાડ્યું હતું

બે દિવસ પહેલા મોરબીના રાજપર નજીક કાર વીજપોલ સાથે અથડાતા કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. મોરબીથી ખાનપર તરફ એસન્ટ કાર નબર જીજે.૦૩ સી.એ. ૪૮૧૪ જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર ચાલકે સ્ટેરીગ પરથી કાબુ ગુમવાતા રાજપર થી થોરાળા વચ્ચે આવેલ બોખરીયા હુનામાન મદિર પાસે આવેલ વીજ્પોલમાં કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર રાજેશભાઈ , મનોજભાઈ અને એક મહિલા સહિત ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી પણ સારવાર મળે તે પેહલા જ કારમાં સવાર એક મહિલા સહિત ત્રણય ના મોત થયા હતા અકસ્માત થત મોટી સંખ્યામાં લોકો હોસ્પીટલમાં દોડી ગાય હતા

(ન્યુઝ એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0