અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

રાજસ્થાનથી બે ટ્રક ભરી ઘેટા બકરા ગુજરાતમાં ઘુસાડવાના કારસ્તાન, પાલનપુર પાસેથી બચાવાયાં  

June 6, 2024

પાલનપુર પાસેથી બે ટ્રક પકડતા જીવદયાપ્રેમીઓ: 559 બકરા ખીચોખીચ ભરેલા મળ્યા: બેની ધરપકડ

રાજસ્થાનથી ગુજરાતના કતલખાનાઓમાં બકરા ઘુસાડવાનું કારસ્તાન

ગરવી તાકાત, પાલનપુર તા. 06 – રાજસ્થાનથી બકરાં ભરી બે ટ્રકો કતલખાને જતી હોવાની બાતમી જીવદયાપ્રેમીઓને મળી હતી જેના આધારે પાલનપુરની હનુમાન ટેકરી નજીકથી આ ટ્રકોને રોકાવી તપાસ કરતાં તેમાં ખીચખીચ બકરાં ભરેલા હતા. આ ટ્રકો ઝડપી લઈ પાલનપુર બી ડીવીઝન પોલીસ મથકે લઈ જવાઈ હતી જયાં ચાર જણા સાથે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

162 sheep and goats taken from Barmer to Ahmedabad were rescued near  Palanpur | જીવદયા: બાડમેરથી અમદાવાદ લઈ જવાતાં 162 ઘેટાં બકરાં પાલનપુર  નજીકથી બચાવાયાં - banaskantha (Palanpur) News | Divya ...

પાલનપુર તાલુકાના ગોહ (હાથીદરા) ગામે રહેતા વખતસિંહ દિલીપસિંહ ડાભી તથા તેમની સાથે મિત્રો અરવિંદભાઈ દિનેશભાઈ, અશોકભાઈને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી ગેરકાયદે બકરાં ભરી બે ટ્રક કતલખાને લઈ જવા નીકળી છે. જેથી પાલનપુરની હનુમાન ટેકરી પાસે આઠ વાગ્યા દરમિયાન આવી વોચ ગોઠવી હતી.

તે સમયે બે ટ્રક આવતાં જેને હનુમાન ટેકરી ચાર રસ્તા ટ્રાફીક ચોકી નજીક ઉભી રખાવી બંને ટ્રકના ડ્રાઈવરોને નીચે ઉતાર્યા હતા જયારે બે ખલાસી નાસી ગયા હતા. આ બંને ટ્રકના નં. જી.જે.24.વી.8648 અને જીજે.24.વી.8396ની પાછળની ભાગે લાકડાંના પાટિયા લગાવેલા હતા અને ટ્રકોમાંથી બકરાંનો બોલવાનો અવાજ આવતો હતો.

જેથી બંને ટ્રકને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન લાવતા આદિલખાન ઉમરખાન પઠલા (રહે.સિપાઈવાસ વાપણા) અને બીજા ટ્રકના ચાલકનું નામ નસુલ્લાહખાન અબ્દુલ્લાખાન સિપાહી (રહે.વાપણા, સિપાઈવાસ, તા.સિદ્ધપુર) હોવાનું જાણવા મળ્યું હતું.

આ બંને ટ્રકમાં ઘાસચારાની સગવડ રાખવામાં આવી ન હતી તથા તેનું પાસ-પરમીટ પણ ન હતું. ટ્રકમાં 559 બકરાં જેની કુલ કિ. રૂા.5 લાખ 59 હજાર થતી હતી. જેથી પોલીસે બંને ટ્રક સહિત કુલ રૂા.15,19,000નો મુદામાલ કબ્જે કરી ચાર જણા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
12:00 pm, Jan 25, 2025
temperature icon 27°C
clear sky
Humidity 21 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 8 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0