અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માધવ ચોકડી થી સાઠંબા જતા સવેલા ગામના પાટિયા પાસે બાઈક સવાર મનહરભાઈ જાલમ ભાઈ ઠાકોર ગામ આસપુર ને ટ્રેક્ટર ની ટક્કર વાગતા બાઈક સવાર ફંગોળાઈ ને રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જેમને બાયડ 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યારે આજે વહેલી સવારે માધવ ચોકડી થી સાઠંબા રોડ ઉપરએક ઈકો ગાડી નંબર GJ 01 RL 4676 સાઠંબા તરફ જતી હતી ત્યારે સાઠંબા ચોકડીથી થોડેક આગળ શંકરપુરા  કેનાલ પાસે રોડની સાઇડ પર પલટી જતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી ન હતી ગાડીમાં સવાર વ્યક્તિઓને સારવાર માટે 108 ના પાયલોટ વનરાજસિંહ અને ડૉ  વિક્રમસિંહ દ્વારા વાત્રક હોસ્પિટલમાં લાઇજવામાં આવ્યા હતા

Contribute Your Support by Sharing this News: