પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા: શહેરના રાજકમલ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ પર જતા રીક્ષા અડી જવાના મામલે બે રીક્ષા ચાલક વચ્ચે તકરાર યથી હતી. સોલંકી ભૂપતસિંહ રૂપસિંહ ઉ.વ.૫૦ રહે: રાજીવબ્રિગેડ નગર રાધનપુર રોડ મહેસાણાના રહીશ ની રિક્ષાને તહેમતદારની રીક્ષા અડી જતા કહેવા જતા મામલો બીચકયો હતો.ઉશ્કેરાટમાં ૪૦૭૯ નંબરના અજાણ્યા રીક્ષા ચાલકે ગાળો બોલી રીક્ષા માંથી ધોકો લઇ આવી જમાના હાથે મારમારી ફેકચર થયું હતું બંને વચ્ચે ની ઝપાઝપી દરમ્યાન રૂ:૭૦૦/-ત્યારે પડી ગયા હતા. ઈજાગ્રસ્ત ભૂપતસિંહ સોલંકીએ મહેસાણા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ૪૦૭૯ નંબરના અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.