પાટણ હાઈવે પર બાઈક સવારનું બાઈક સ્લીપ ખાતા 2 વ્યક્તિના મોત

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત પાટણ :  પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા રહ્યા છે. આવા માર્ગ અકસ્માતના બનાવમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ પાટણ જિલ્લાના રાધનપુરના મહેમદાવાદ અને ભિલોટ વચ્ચેથી આવ્યો છે. માગૅ પરથી પસાર થતાં બાઈક સવારનું બાઈક સ્લીપ ખાતા બે વ્યક્તિના મોત થયા છે.

બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના રાધનપુરનાં મહેમદાવાદ -ભિલોટ માગૅ બનાસકાંઠાથી ભિલોટ લગન પ્રસંગમાં બાઈક લઈ જઈ રહેલા બે યુવકોનું બાઈક સ્લીપ ખાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા બન્ને મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અકસ્માતનાં પગલે ધટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. બન્ને મૃતકોની લાશને 108 દ્વારા પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

તસવિર અને અહેવાલ :  પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.