ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં શુક્રવારે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા સારું નીકળેલી 2 છોકરીઓને રોડ ઉપર ઇલેક્ટ્રિક સ્કુટર લઈ ઉભી હતી તે વખતે 2 અજાણ્યા શખ્સ નંબર પ્લેટ વગરના બાઈકમાં આવી છોકરીના હાથમાંથી મોબાઇલ ફોન તેમજ પર્સ ની ઝૂંટ મારી ધક્કો મારી બંને શખ્સો નથી છૂટ્યા હતા આ અંગે પાટણની ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ સીસીટીવી કેમેરામાં આ તસ્કરોની તસ્વીર કેદ થઈ તેના આધારે ચાલી રહી છે. પાટણ શહેરમાં દરજીની શેરીમાં રહેતા દ્રષ્ટિબેન કેતનકુમાર દરજી તેઓ શુક્રવારના રોજ સાજના તેમના પાડોસી ખુશ્બુબેન હિતેશભાઇ પ્રજાપતિ રહે.પાટણની ઇલેક્ટ્રિક સ્કુટર લઈને બ્યુટિ પાર્લર જવા નીકળ્યા હતા. તેઓ પાટણ ડોક્ટર હાઉસ પાસે રોડ ઉભા રહીને ખુશ્બુબેન ફોન કાઢી વાત કરતા હતા
તે વખતે અચાનક નંબર પ્લેટ વગરનુ એક મો.સા જેના પર બે ઇસમો આવ્યા હતા. જેમાંથી પાછળ બેસેલ શખ્સે ખુશ્બુબેનના હાથ માથી મારો મોબાઇલ તથા ખુશ્બુબેનનુ પાકીટ જેમા એક હજાર રૂપિયા હતા. તે ઝુંટવી લીધેલા અને આગળ બાઇક ચલાવનારે ખુમ્બુબેનને ધક્કો મારી પારેવા સર્કલ તરફ નાસી ગયા હતા. આ અંગે દ્રષ્ટિબેનએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે એક મહિનો પહેલા ખરીદેલો મોબાઇલ જેની રૂપિયા 17250 તેમજ પર્સમાં રહેલ રોકડ રકમ ₹1,000ની લૂંટની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ વિ.જે.પરમારે જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાની મદદ લેતા બાઈક ચાલક કે મોઢા ઉપર રૂમાલ બાંધ્યો છે અને પાછળ બેઠેલા મોઢા ઉપર કંઈ બાંધ્યું નથી. આ બંને જણા નંબર પ્લેટ વગરના બાઈક પર આવી લૂંટને અંજામ આપ્યો છે. આરોપીની શોધખોળ હાથ ધરી છે.