ગરવી તાકાત પાટણ : જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ઇડરના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના સાતમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ – 2022 ઇડર મુકામે દિ. ૧૩ ૧૪ ૧૫ માર્ચના રોજ યોજાઈ ગયો. આ ફેસ્ટિવલમાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૧૫૮ ઇનોવેટીવ શિક્ષકોએ કૃતિઓ રજૂ કરી હતી.
જે નિહાળવા માટે રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મા. શ્રી વિનોદભાઈ રાવ , જી.સી.ઇ.આર.ટી ના પૂર્વ નિયામક મા. ટી. એસ. જોષી , નિયામક મા. શ્રી પ્રફુલભાઈ જલુ , રીડર શ્રી અશોકભાઈ ચૌધરી, શ્રી સંજયભાઈ ત્રિવેદી, શ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી ભાર્ગવભાઈ ઠક્કર, ઇડર ડાયેટના પ્રાચાર્ય મા. શ્રી કે. ટી. પોરાણીયા , કવિ-લેખક- પ્રોફેસર શ્રી નિષાદભાઈ ઓઝા તથા સમગ્ર રાજ્યમાંથી ૬૦૦ થી વધુ ઇનોવેટિવ મુલાકાતી શિક્ષકો આવ્યા હતા.
જેમાં પાટણ જિલ્લાના બે માધ્યમિક શિક્ષકોમાં કાંસાના શ્રી એસ. પી. ઠાકોર સર્વોદય હાઇસ્કૂલના ગણિત શિક્ષક શ્રી રાજગોપાલ મહારાજાએ ભાર વિનાનું ભણતર અને સિધ્ધપુરના શ્રી અભિનવ હાઇસ્કુલના ગણિત શિક્ષક શ્રી રૂપેશભાઈ ભાટીયાએ ગણિતમાં વૈદિક ગણિત દ્વારા ઝડપી ગણતરીની કૃતિ રજૂ કરીને પાટણ જિલ્લા વતી રાજ્યના આ ઇનોવેશન ફેરમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. તેમણે પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
તસવિર અને આહેવાલ : પ્રતિકભાઇ કોટક — પાટણ