અરવલ્લી જિલ્લાના ધનસુરા પોલીસ મથકના માણસો પ્રોહી ડ્રાઈવમાં હતા ત્યારે મળેલ બાતમીના આધારે બજાજ પલ્સર મોટરસાયકલ નંબર GJ 09 DC 8276 ની ઉપર એક કોલેજ બેગમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ઓફિસર ચોઈસ ક્લાસિક વ્હીસ્કી સેલ ફોર રાજસ્થાન લખેલી 750.મિ.લી ની બોટલ નંગ 3 કિંમત રૂપિયા 1500 /- તથા કિંગફિશર સ્ટ્રોંગ પ્રિમિયમ કાચની બિયરની બોટલો નંગ 13 જેની કિંમત રૂપિયા 2250/-અને બજાજ પલ્સર બાઇકની કિંમત રૂપિયા 25000/- મળી કુલ કિંમત રૂપિયા 35,250 /-ના મુદ્દામાલ સાથે આરોપીઓ (૧)હરેન્દ્રસિહ હઠીસિહ ઝાલા (૨) રઘુવીરસિહ વિષ્ણુસિહ ઝાલા બંને રહે. ઝાલાની મુવાડી તા. પ્રાંતિજ. જી.સાબરકાંઠા ની ધરપકડ કરી રૂપિયા 35,250 /- નો મુદ્દામાલ જપ્ત કરી ધનસુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.દારૂબંધી હોવા છતાં કેટલાક ઈસમો હેરાફેરી કરીને વ્યાપાર કરી ગુજરાન ચલાવી રહ્યા છે જે યુવાધનને નશાખોરીના રવાડે ચડાવાવનું કૃત્ય કરી રહ્યા છે જેથી આવા કાર્યો કરનાર સામે કડક કાયર્વાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે .