ગરવી તાકાત,સાબરકાંઠા
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચિઠોડા વિસ્તારની પોલીસને બાતમી મળેલી કે વિજયનગરથી અમદાવાદ જતી બસમાં બે અજાણ શખ્સ દારૂ લઈ જઈ રહ્યા છે. જેથી વિજયનગરથી અમદાવાદ જતી એસ.ટી. બસ આવતા પોલીસે તેને ઊભી રખાવી હતી. અને બસમાં પોલીસે ચડી જઇને પાછલી સીટમાં બેઠેલા બે ઈસમોના થેલા ચેક કરતા આ બન્નેના બે – બે થેલાઓ મળી કુલ 4 થેલાઓમાંથી રૂ. 25,200 ની કિંમતનો કુલ 35 બોટલ વિદેશી દારૂનો જે પરમીટ વગરની હતી , જેનો જથ્થો મળી આવતા બન્ને શખ્સોને પકડી લઇ તેમની વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવી.
વિજયનગર-અમદાવાદની બસમાં વિદેશી દારૂ થેલાઓમાં ભરીને સામાન્ય પેસેન્જરની જેમ બસમાં મુસાફરી કરતા આ દારૂ અમદાવાદ લઇ જતા ઝડપાયેલા આ બન્ને શખ્સો રાજસ્થાનના છે એમ જાણવા મળ્યુ હતુ. જેમાં સુનિલકુમાર જીવાભાઇ મિણા (ઠે- માંડવા, તા. કેશરીયાજી, જિ. ઉદેપુર, (રાજસ્થાન) અને જયંતીલાલ કનૈયાલાલ મિણા (ઠે- કાગદર, તા. કેશરીયાજી, જિ. ઉદેપુર, રાજસ્થાન) ની વિરૂધ્ધ પોલીસે ધરપકડ કરી, વધુ તપાસ હાથ ધરી છે.