વાવ-થરાદમાં બે ખેડૂત સાયબર ક્રાઈમનો ભોગ બન્યા ખાતામાંથી હજારો રૂપિયા ઉપડી જતા પોલીસ ફરિયાદ….

March 31, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા ત્યારે વધુ બે ખેડૂત સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી થરાદના વડગામડા ગામના વાઘાભાઈ ચૌધરીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી અજાણ્યા શખ્સે ગેરકાયદે રીતે 8500 રૂપિયા ઉપાડી લીધા બીજી તરફ, અન્ય એક ખેડૂત લગધીરભાઈ પ્રજાપતિના ખાતામાંથી પણ 10,000 રૂપિયા કપાઈ ગયા વાઘાભાઈ ચૌધરી ઘરે હાજર ત્યારે તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે તેમના SBI બેંક ખાતામાંથી 8500 રૂપિયા કપાઈ ગયા.

તેમણે કોઈ નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં રકમ કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા તાત્કાલિક તેમણે બેંકનો સંપર્ક કર્યો પરંતુ રવિવારની રજા હોવાથી બેંક બંધ 30 માર્ચ, 2026ના રોજ બેંક મેનેજરનો સંપર્ક સાધતા તેમને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા જણાવાયું ભોગ બનનાર ખેડૂતે સ્ટેટ સાયબર સેલ CID ક્રાઈમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી લગધીરભાઈ પ્રજાપતિ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા તેમણે જણાવ્યું કે જ્યારે SBIની YONO એપમાં ચેક કર્યું ત્યારે તેમને 10,000 રૂપિયાની રકમ કપાઈ હોવાની ખબર પડી.

રાજકોટમાં માત્ર દોઢ વર્ષમાં 70 કરોડથી વધુ રકમના સાયબર ફ્રોડ | 70 crores cyber  fraud in Rajkot in just one and a half years - Gujarat Samachar

તેમને આ અંગેનો કોઈ મેસેજ આવ્યો ન દાવા મુજબ, તેમના એકલાના નહીં પણ આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા જ્યારે તેઓએ બેંકમાં તપાસ કરી, ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના ફ્રોડ અત્યારે ચાલી રહ્યા છે અને ઘણા લોકો તેના શિકાર બન્યા આ મામલે વાઘાભાઈ ચૌધરીએ થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી પોતાની મહેનતની કમાણી ચોરી કરનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી નાણાં પરત અપાવવાની માંગ કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0