ગરવીતાકાત,વિસનગર(તારીખ:૩૦)

શિક્ષણ નગરી વિસનગર સ્થિત અને પ્રતિષ્ઠિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન ફાર્મસી કોલેજ ખાતે તારીખ ૨૮ અને ૨૯ ડિસેમ્બર નાં રોજ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ સ્પોન્સર્ડ દ્વિદિવસીય ફાર્માસિસ્ટ રિફ્રેંશર કોર્ષ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતુ. ફાર્માસિસ્ટ રીફ્રેશર કોર્ષ માં ગુજરાત ભરથી કુલ ૧૩૫ ફાર્માસિસ્ટ તથા કેમિસ્ટ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફાર્માસિસ્ટ રીફ્રેશર કોર્ષ ના દીપ પ્રાગટ્ય સમારોહમાં ઉપસ્થિત સાકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ચીફ પેટ્રોન શ્રી પ્રકાશભાઈ પટેલ અને વાઇસ ચાન્સેલર, પેટ્રોન પ્રો. ડૉ. વી. કે. શ્રીવાસ્તવ સાહેબે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્રારા ગત ત્રણ વર્ષ મા ઉપલબ્ધ થયેલ વિવિધ શૈક્ષણિક, સ્પર્ધાત્મક અને સંશોધનાત્મક પ્રકલ્પો અને સિદ્ધિઓ થી ફાર્માસિસ્ટ મિત્રો ને અવગત કરાવ્યા હતા. કાર્યક્રમ નાં ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીખે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ ના પ્રમુખશ્રી મોન્ટુભાઈ પટેલ  ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમના પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં ફાર્મસી વિદ્યાશાખા નાં ઔદ્યોગિક અને શંષોધાત્મક ક્ષેત્ર માં વધતી જતી વ્યાપકતા અને ફાર્મસી કાઉન્સિલ દ્વારા શરૂ કરાયેલ નવીન આયામો ની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમ નાં અતિથિ વિશેષ તારીખે આસિસ્ટન્ટ ડ્રગ કમિશ્નર, FDCA,  ડૉ. જયેશ ભાઈ પટેલ અને કાઉન્સિલ મેમ્બર શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં જેમને ફાર્મસી વિદ્યાશાખામાં થઈ રહેલા જીવન ઉપયોગી સંશોધનો ની આવશ્યકતા અને આવનારા સમયમાં તેમની ઉપયોગિતતા પર વિગતવાર માહિતી પુરી પડી હતી.  નુતન ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જે. કે. પટેલ સાહેબે સંસ્થા ની વિશેષ ઉપલબ્ધિઓ અને આવનારા સમયમાં ફાર્મસી  વિદ્યા શાખા ના સામાજિક,  વ્યવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રે થનાર યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. રીફ્રેશર કોર્ષ દરમિયાન ફાર્મસી વિદ્યાશાખાના વિવિધ વિષયો ના અનુસંધાનમાં તજજ્ઞો દ્વારા ઉત્તમ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ, વાઇસ ચાન્સેલર ડૉ. વિ.કે. શ્રીવાસ્તવ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થાના પ્રિન્સિપાલ ડો. જે.કે. પટેલ, કાર્યક્રમ નાં કો-ઓર્ડીનેટર ડૉ. હિરક જોશી તથા સમગ્ર ફાર્મસી પરિવાર ને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Contribute Your Support by Sharing this News: