ગરવી તાકાત,ધાનેરા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના લાધાપુરા આંબેડકર રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં બે સટોડિયાઓ ક્રિકેટ ટુર્નામેન્ટની રોયલ ચેલેન્જ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમતા હોવાની માહિતી આધારે પોલીસે રેડ કરી બન્ને સટોડિયાઓને ઝડપી લીધાં હતાં.
આ પણ વાંચો – પાલનપુર તાલુકાના ભાવીસણા ગામે જુગારધામ પર રેડ, જુગાર રમતા ૬ ઝડપાયા
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લાધાપુરા આંબેડકર રોડ પાસે રહેતા રાજેશકુમાર રાજપુત તેમજ નટવરલાલ પ્રજાપતિ નામના બે શખ્સો આઇપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટની રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમતા હોવાની માહિતી પોલીસને મળતા પોલીસની ટીમે બાતમી આધારે છાપો માર્યો હતો. જે આધારે મકાનમાં આ બન્ને શખ્સો સટ્ટો રમતાં હોઇ તેમની પાસેથી મોબાઈલ ફોન દ્વારા કોન્ટેક કરી ટીવીના માધ્યમ દ્વારા સટ્ટો રમી રમાડતા હોઈ રોકડ રકમ રૂપિયા 10,000 તથા અન્ય ઈલેક્ટ્રોનિક સાધનો ટીવી, મોબાઇલ ફોન, સેટઅપ બોક્સ મળી કુલ રૂપીયા 37,500/- નો મુદ્દામાલ ઝબ્બે લઈ બંન્ને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં સટોડિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.