કાણોદર બસ સ્ટેન્ડ હાઇવે પાસેથી બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓ ને કાણોદર બસ સ્ટેન્ડ હાઇવે પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો – પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં ફી મામલે એ.બી.વી.પી.નો હોબાળો : ઉગ્ર આંદોલનની ચિમકી
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન ખાનગી રાહે બાતમી આધારે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ ઘનશ્યામભાઈ ઉર્ફે કૈલાસ મુરલીધર ટીલાણી રહે.ડીસા, મુન્નાભાઈ હુસેનભાઈ ચૌહાણ રહે.સિદ્ધપુર વાળાને કાણોદર હાઇવે બસ સ્ટેન્ડ પાસેથી બન્ને આરોપીઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી પાલનપુર તાલુકા પોલીસ મથક ખાતે કરાઈ છે.