અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસના ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં ઝડપી લીધા 

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસના ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી મહારાષ્ટ્ર લઇ જવાતા ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સ્વિફ્ટ ગાડીમાં લઈ જવાતા ચરસના જથ્થાને પોલીસના ચેકિંગ દરમિયાન ગાડી પર શંકા જતા તલાસી લેવામાં આવતા જથ્થો ઝડપાઇ ગયો હતો. 

બનાસકાંઠા: વ્યાજખોરોના ખૌફથી શીક્ષક કીડની વેચવા બન્યો મજબુર

બનાસકાંઠા જિલ્લાની બોર્ડર સહિત પોલીસ મથક વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા અને બિનકાયદેસર હેરાફેરી અટકાવવા માટે પોલીસવડા તરૂણકુમાર દુગ્ગલને સૂચના આપતા એસઓજી સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અમીરગઢ બોર્ડર પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આંતર રાજ્યમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તેમાં વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ ગાડી આવતા તે શંકાસ્પદ જણાતા ગાડીની તલાશી લેવામાં આવી હતી.

બનાસકાંઠા:મલાણા-પાટીયા પાસે રોડ પર અતિશય પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી

આથી ગાડીમાંથી ચરસનો જથ્થો ૩.૨૪૨ કિલો કિંમત રૂપિયા ૪,૮૬,૩૦૦ નો મળી આવતા ચરસનો જથ્થો તથા સ્વિફ્ટ ગાડી અને મોબાઇલ તેમજ રોકડ રકમ સહિત રૂ.૬,૪૪,૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી એનસ્ટોન ફાસ્ટીન લીગોરી ખ્રિસ્તી તથા ફાસ્ટીન લીગોરી ખ્રિસ્તી બંને રહે.કોલાવરી વિલેજ, કાલીના સાંતાક્રુઝ, ઈસ્ટ મુંબઈ વાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Contribute Your Support by Sharing this News: