નંદાસણ પાસેથી 26.57 લાખના મુદ્દામાલ સાથે ટ્રક ઝડપાઈ, 2 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના નંદાસણ પાસેથી 16,56,100/- રૂપીયાના દારૂ સહીત 26.57 લાખના મુદ્દામાલ સાથે રાજેસ્થાનના એક શખ્સને ઝડપી પાડ્યો છે. મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડને બાતમી મળી હતી કે, નંદાસણ પાસે આવલ ચાંદરણા ગામના પાટીયા નજીક એક મીની ટ્રક શંકાસ્પદ હાલતમાં પડેલી છે જેમાં દારૂ ભરેલુ હોવાની શંકા છે. જેથી ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જ્યાંથી તેમને મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો.

મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને બાતમી મળી હતી કે, નંદાસણના ચાંદરડા ગામ નજીક GJ-16-AU-8636 નંબર વાળી મીની ટ્રક શંકાસ્પદ હાલતમાં પડેલી છે. જેમાં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલુ જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસની ટીમ તુંરત ઘટનાસ્થળે પહોંચી આવી ટ્રક સાથે એક ઈસમની અટકાયત કરી હતી.  ટ્રકની તપાસ કરવામાં આવતા ટીમ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી 16551 બોટલો મળી આવી હતી. જેની કીમંત 16,56,100/ જેટલી આંકવામાં આવી હતી. આ સાથે ટ્રક પણ કબ્જે કરવામાં આવી હતી. જેથી કુલ 26,57,300/- નો મુદ્દામાલ કબ્જે કરી રાજેસ્થાનના સૈની બબલુકુમાર અમરચંદ, રહે – આમેર, જયપુરવાળાની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – મહેસાણા LCB એ કરણનગરમાંથી 2.60 લાખના મુદ્દામાલ સાથે દારૂ ઝડપ્યો, 1 આરોપી ફરાર !

ઝડપાયેલ શખ્સની પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, સદર મુદ્દામાલ તે રાજેસ્થાનના રાકેશ કટારીયા(રાજપુત) પાસેથી લાવ્યો હતો. જેથી પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.