ગરવીતાકાત ડીસા: ડીસાના રાજ મંદિર સર્કલ પાસે શનિવારે વહેલી સવારે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક સવાર ટ્રકના આગળના ટાયરમાં આવી ગયો હતો. દરમ્યાન બાઈક સવાર ગંભીર હદે ઘવાતા તેનું મોત નીપજ્યું હતું.

ડીસાના રાજ મંદિર સર્કલ પાસે શનિવારે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં પાલનપુર તરફથી એક ટ્રક આવી રહી હતી બીજી તરફ યુવક બાઇક લઈ સામેની તરફ જઈ રહ્યો હતો. આ દરમ્યાન બન્ને બાઈક ચાલક ટ્રકના આગળના ટાયરમાં આવી જતા બાઈક ચાલકનો નીચેનો ભાગ છુંડાઈ ગયો હતો.અને ગંભીર હદે ઘવાયો હતો.જોકે બાઈક ચાલકને બચાવવા ટ્રક ચાલકે 40 ફૂટ બ્રેક મારી હતી પરંતુ તેમ છતાં બાઈક ચાલક બચી શક્યો ન હતો.અકસ્માતના પગલે 108 મારફતે ઘાયલને ડીસા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો.જોકે યુવકે સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો.બનાવના પગલે ડીસા દક્ષિણ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયું હતું.અકસ્માતની જાણ થતા પરિવારજનોમાં આક્રંદ મચી ગયો.

મૃતક 20 વર્ષીય જય દિલીપભાઈ ઠક્કર ડીસાના રેલવે સ્ટેશન પાસે મંગલમ પાર્ક સોસાયટી ખાતે રહેતા હતા.મૃતકના પરિવારજનો ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા બીજી તરફ લાશને પી.એમ માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.