— બાઈક, કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક સવારને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ટ્રક, બાઈક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો. જોકે આ બાબતે ૧૦૮ ને જાણ કરાતા બાઈક સવારને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો
પાલનપુર તાલુકાના ગઠામણ પાટિયા પાસે મજાદર ગામના યુવાન દિલીપસિંહ રાઠોડ ઉંમર ૨૦ બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન અચાનક તેમના બાઈક તેમજ એક કાર અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો
હતો. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને બનાવની જાણ ૧૦૮ ની ટીમને કરાતાં ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બાઈક સવાર દિલીપસિંહને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
તસવિર અને આહેવાલ: જયંતિ મેટિયા