સૂરતઃ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા મૃતકો માટે વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે ‘વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ- વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ’ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાય છે. સુરતમાં પણ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા તથા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ સ્વરૂપે સુરત શહેર ટ્રાફિક પોલિસ અને ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા નવેમ્બર મહિનામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. જેમાં ટ્રાફિક લોકજાગૃતિ કાર્યક્રમ, વાહનચાલકોને પત્રિકાઓનું વિતરણ, મૃતાત્માની યાદમાં વૃક્ષારોપણ તેમજ મૌન પાળી માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
શહેરના જાગૃત્ત નાગરિકો સેલ્ફી કે વિડીયો દ્વારા રોડ અકસ્માતોના સ્વઅનુભવો, સંભારણા અકસ્માતો અટકાવવા માટેના સૂચનો તેમજ ટ્રાફિક જાગૃતિ માટેની માહિતી જનસમૂહ સુધી પહોંચાડવા ઇચ્છતાં લોકોએ ડિસ્ટ્રીકટ રોડ સેફટી કો-ઓર્ડીનેટર અને ટ્રેનરશ્રી બ્રિજેશ વર્મા, (મો.૯૭૨૪૨૭૭૭૭૧) ને સંપર્ક કરવો.