ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતના રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજે ગુજરાતે એક જુજારું નેતા, ઉત્તમ સમાજસેવી વ્યક્તિને ગુમાવ્યા છે, ઈશ્વર તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડવાનો પરિપત્ર થતા ખેડૂતો ચોકયા
પાટીલે જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજની પ્રતિષ્ઠિત વકીલ તરીકેની પણ આગવી છાપ હતી, તેઓ જીવનભર લોકોની મદદ કરવામાં અગ્રેસર રહ્યા હતા, તેઓને તેમણે કરેલા સેવાકીય કાર્યો માટે હંમેશા યાદ કરાશે, અભયભાઈ ભારદ્વાજને ભાવભીની શ્રદ્ધાંજલી.