અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

પૈસા ડબલ કરી આપવાનુ કહી આદિવાસીઓને છેતર્યા, પોલીસે 5 આરોપીને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલ્યા : વલસાડ

December 15, 2021
Valsad Crime

વલસાડ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં કેટલાક ભેજાબાજાે લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને વિવિધ સ્કીમ હેઠળ અનેક ઘણું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવે છે. બાદમાં તેમને છેતરી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે ટૂંક જ સમયમાં રૂપિયા ડબલ કરી આપતી ગેંગ પોતાના મૂળિયા ફેલાવે તે પહેલા જ પોલીસે 5 ઠગબાજાેને જેલની હવા ખવડાવી છે.


વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે વલસાડના કપરાડા તાલુકાના નાનાપોંઢા નજીક વાપી નાસિક રોડ પર ત્રણ શંકાસ્પદ લોકોને ઝડપ્યા હતા. ફોર્ચ્યુનર જેવી વૈભવી લકઝુરિયસ ગાડી સાથે પોલીસના હાથે ઝડપાયેલા લોકોની પૂછપરછ કરાઈ હતી. જેમાં સામે આવ્યું કે, આ શખ્સો વલસાડના કપરાડા અને ધરમપુર જેવા આદિવાસી વિસ્તારોમાં ડ્રીમ 900 પ્લાન અને રેવન્યુ સ્ટ્રીમ પ્લાન નામની નાણાં રોકાણનું સ્કીમ ચલાવતા હતા. આ સ્કીમમાં આરોપીઓ લોકોને તેઓએ રોકેલા નાણાંનું અનેકગણું વળતર આપવાની લાલચ આપતા હતા. લોકોને આવી લોભામણી સ્કીમમાં રોકાણ કરાવીને અત્યાર સુધી લાખો રૂપિયાનું રોકાણ આ ઠગ ટોળકી કરાવી ચૂકી છે. જાે કે પોલીસની પૂછપરછમાં તેઓ પાસે આવી સ્કીમ ચલાવવાનું કોઈ સત્તાવાર લાઈસન્સ કે દસ્તાવેજ કે પરવાનગી નહિ હોવાથી પોલીસે તમામની અટકાયત કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


વલસાડનો કપરાડા અને ધરમપુર તાલુકો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. આ વિસ્તારના ભોળા આદિવાસી લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ અને લેભાગુ તત્વો અનેક ગણું વળતર આપવાની લાલચ આપે છે. આથી આવી લાલચમાં આ વિસ્તારના અસંખ્ય પરિવારો પોતાના પરસેવાની મૂડીનું રોકાણ કરે છે. ત્યાર બાદ આવા ભેજાબાજાે આ વિસ્તારના ગરીબ લોકો પાસેથી મોટી રકમનું રોકાણ થતા જ તેમની સાથે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ત્રણ લોકોની પૂછપરછમાં નવસારીના ચીખલીના બે ઈસમો ભાગ્યેશ પટેલ અને વિશાલ આ સ્કીમના માસ્ટરમાઈન્ડ છે તેવું વાપીના ડીવાયએસપી વીએમ જાડેજાએ જણાવ્યું. 


આરોપીઓએ અત્યાર સુધી કેટલા લોકોની પાસેથી કેટલી રકમનું રોકાણ કરાવ્યું છે તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યારે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો જેવી વૈભવી ગાડી અને સાડા ત્રણ લાખથી વધુ રોકડ રકમ ઝડપી પાડી છે. અન્ય મુદ્દામાલ મળી 55.5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. આથી આગામી સમયમાં આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય અને તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.

(એજન્સી)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:05 am, Jan 25, 2025
temperature icon 14°C
clear sky
Humidity 35 %
Pressure 1014 mb
Wind 9 mph
Wind Gust Wind Gust: 14 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:23 am
Sunset Sunset: 6:21 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0