પાલનપુરના માલણ ગામે જેટકોના સબ સ્ટેશન ખાતે ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતાં દરેક શક્તિ કેન્દ્ર પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અનુસંધાને આજે માલણ ગામે જેટકોના સબ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમા નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશની દરેક જનતાને નાનામાં નાની બાબતની સુવિધા મળી રહે તે માટે સતત મોનીટરીંગ કરીને અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ પણ છેલ્લા અેક વર્ષથી પાર્ટી સાથે ખુબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. ત્યારે સી.આર.પાટીલ સાહેબના કાર્યકાળને અેક વર્ષ પૂર્ણ થતા દરેક શક્તિ કેન્દ્રો પર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે પાલનપુર તાલુકાના માલણ ગામે આવેલ જેટકોના સબ સ્ટેશન ખાતે અનુસૂચિત જન જાતિના પ્રભારી શ્રી સુમતીલાલ રાવલ, જિલ્લા કારોબારીમાંથી શ્રી કિર્તીભાઇ મેવાડા, પાલનપુર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શ્રી બનાજી રાજપૂત, માલણ શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી લલિતભાઇ માળવી, પાલનપુર તાલુકા ભાજપના મિડીયા સહ ઈન્ચાર્જ શ્રી જયંતિભાઇ મેતિયા, ભાજપના સક્રીય કાર્યકર્તા શ્રી નરેશભાઇ શ્રીમાળી, શ્રી રાજેન્દ્રભાઇ રાજપૂત, શ્રી હર્ષદભાઇ કરેણ સહિત સક્રીય કાર્યકર્તાઅો ઉપસ્થિત રહી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
તસ્વીર : જયંતિ મેતિયા