વડોદરા, ગાંધીનગર, સુરત, જામનગર, ગીર સોમનાથ, દ્વારકાના કલેકટરો બદલાયા
ગુરુવારથી શરૂ થતાં વિધાનસભા બજેટ સત્ર પેહલા બદલીઓ કરાઇ
ગરવી તાકાત, ગાંધીનગર તા. 31 – રાજ્યમાં 30 જાન્યુઆરી ના રોજ મોડી સાંજે 50 આઈએસ અધિકારીઓની બદલીના ઓડરો રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. આગામી એપ્રિલમાં લોકસભા ચૂંટણી યોજાશે તે પૂર્વે આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુરુવારથી શરૂ થતાં વિધાનસભા બજેટ સત્ર પેહલા બદલીઓ સામે આવી છે. 1.અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવેને ગાંધીનગર કલેકટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2. મોરબી જિલ્લા કલેકટર શ્રી જી.ટી.પંડ્યાની હવે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. 3. જામનગર જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહની હવે કલેકટર વડોદરા તરીકે બદલી કરવામાં આવી છે. હાલમાં જ શ્રી શાહને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને અમદાવાદની યુએન હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરાયા હતા. 4. નવસારી કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ અને ખેડા નડિયાદ કલેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 5. ગુજરાત ટુરીઝમના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર સૌરભ પારધીને સુરત કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે. 6. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલીયાની બદલી તથા છોટા ઉદયપુર કલેકટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 7. ગૃહ વિભાગના જોઈન સેક્રેટરી યોગેશ નિર્ગુડેને દાહોદના કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. 8. અમદાવાદ ખાતે રાજ્યના ટેક્સ વિભાગના અધિક કમિશનર શ્રી કિરણ ઝવેરીને મોરબી કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. 9. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નેહા કુમારીને મહીસાગર કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 10. મોરબી જિલ્લાના ડીડીઓ શ્રી ડી.ડી.જાડેજાને ગિર-સોમનાથ કલેકટર તરીકે જવાબદારી અપાઇ.
11. વલસાડ કલેકટર ક્ષિપરા આગરેને નવસારી કલેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 12. સરકારના આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ સ્નેહલ ભાપકરને ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 13. ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર ડો.નવનાથ ગવહણેને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. 14. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના નાયબ સચિવ જસ્મીન હસરતને મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 15. ગાંધીનગર અધિક ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી બી.એમ. પ્રજાપતિને પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપાય છે. 16. ગાંધીનગરમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ પંડ્યા ને અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 17. ગાંધીનગર ખાતે ફીશરીઝના ડાયરેક્ટર શ્રી.નીતિન સાંગવાનને જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકેની બદલી કરવામાં આવી છે. 18. અમદાવાદ રીજનના નગરપાલિકાના કમિશનર શ્રી એસ.કે મોદીને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકેની બદલી કરવામાં આવી છે. 19. ભાવનગર નગરપાલિકાના કમિશનર શ્રી જી.એચ.સોલંકીને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. 20. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી.આર.એમ તન્નાને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.
21. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રોનિક મિશન ના ડાયરેક્ટર શ્રી વીદે ખારેને અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. 22. ખેડા નડિયાદના જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોહિલને સુરત જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. 23. ગુજરાત રાજ્ય આદિવાસી વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી.એસ.ડી વસાવાને ખેડા નડિયાદના જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. 24. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ઍન મકવાણાને ગાંધીનગર સચિવાલયમાં મહિલા અને બાળક વિભાગના જોઈન્ટ સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. 25. ડાંગ આહવાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ ડામોરને કૃષિ વિભાગના જોઇન્ટ સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી છે . 26. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીને અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. 27. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીના ડો. ઓમ પ્રકાશને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 28. બનાસકાંઠા પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખારેને રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. 29. અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગૌરવ રમેશને ગાંધીનગરના ઉચ્ચ શિક્ષણ વિભાગના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. 30. જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી.મીરાંત જતીન પરીખને અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
31. છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગંગા સિંહને ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસ કોર્પોરેશન ગાંધીનગર ખાતે મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. 32.ગાંધીનગરના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભી ગૌતમને ગાંધીનગર icds ના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપાય છે અને ડો. રણજીત કુમાર સિંહના વધારાના હવાલાથી મુક્ત કરવામાં આવ્યા છે. 33. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ ગુરવાનીને ગુજરાત રાજ્ય ઇલેકટ્રોનિક્સ મિશનમાં સાયન્સ ટેકનોલોજી વિભાગના મિશન ડાયરેકટર તરીકે બદલી કરવામાં આવી છે. 34. ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવાને ગાંધીનગર અધિક ઇન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકેની જવાબદારી સોંપાય છે. 35. વડોદરા જિલ્લા કલેકટર શ્રી એ.બી.ગોરને સચિવાલયમાં મુખ્યમંત્રીના ઓ.એસ.ડી તરીકે ની જવાબદારી સોંપવામાં આવી છે. 36. ખેડા નડિયાદના જિલ્લા કલેકટર શ્રી.કે.એલ.બાછાનીને ગાંધીનગર ખાતે માહિતી ખાતાના ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને આ સાથે જ શ્રી ડી.કે.પારેખને વધારાના ચાર્જથી મુક્ત કરવામાં આવે છે. 37. સુરતના જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકને વલસાડ જિલ્લા કલેકટર તરીકે જવાબદારી સોપાય છે. 38. છોટાઉદેપુર ના જિલ્લા કલેકટર સુશ્રી સ્તુતિ ચારણને વાસમોના ચીફ એક્ઝેક્યુટિવ ઓફિસર તરીકેની જવાબદારી સોપાય છે. 39. મહેસુલ વિભાગના અધિક સચિવ શ્રી સુજલ મયાત્રાને ગાંધીનગર ખાતે અધિક ગ્રામ્ય વિકાસ કમિશનરની જવાબદારી સોંપાઈ છે. 40. ગીર સોમનાથ ના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખટાલેને અમદાવાદ રિજનના નગરપાલિકાના કમિશનર તરીકેની બદલી કરવામાં આવી છે.
41. પાટણના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.એમ.સોલંકીને ભાવનગર રીજન ના નગરપાલિકાના કમિશનર તરીકેની બદલી કરવામાં આવી છે. 42. ગીર સોમનાથ જિલ્લા કલેકટર શ્રી એચ.કે વાઢવાનીયાને ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 43. વડોદરાના શહેરી વિકાસ ઓથોરિટીના સીઈઓ શ્રી જે.એસ.પ્રજાપતિને મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 44. રાજકોટ ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એમ.જે.દવેની બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકેની બદલી કરવામાં આવી છે. 45. અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે અધિક કલેકટર સુશ્રી કંચનની ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય તથા પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ તરીકેની બદલી કરવામાં આવી છે. 46. ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આસિસ્ટન્ટ કલેકટર તરીકે શ્રી યુવરાજ સિદ્ધનાથની હવે મહીસાગર ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેશનની બદલી કરવામાં આવી છે. 47. રાજકોટ ગ્રામ્યમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે સુશ્રી દેવહુતી ને હવે બનાસકાંઠા પાલનપુરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે. 48. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે જવાબદારી નિભાવતા શ્રી જયંત કિશોર માનકલેની ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આદિવાસી વિકાસ વિભાગમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકેની વરલી કરવામાં આવી છે. 49. વડોદરા જિલ્લાના ડભોઇમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે જવાબદારી નિભાવતા યોગેશ કપાશેને ભરૂચ ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે. 50. સુરતના જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.કે.વસાવાને ગાંધીનગર ખાતે રમતગમત યુવા તથા સાંસ્કૃતિક વિભાગના જોઈન્ટ સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.