126 નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું વર્ગ-3 ના નાયબ મામલતદારને વર્ગ 2ના મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા
ગરવી તાકાત, ગાંધીનગર તા. 27- ગુજરાતભરમાં હાલ બદલી અને બઢતીઓનો દોર ચાલી રહ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં મામલતદારોની બદલી અને બઢતી કરાઈ છે. રાજ્ય સરકારે મોટા પ્રમાણમાં મામલતદારોની બદલી અને પ્રમોશન કર્યા છે. રાજ્ય સરકારે વર્ગ 2 ના 55 મામલતદારની બદલી કરી છે. 126 નાયબ મામલતદારને પ્રમોશન આપવામાં આવ્યું છે. વર્ગ-3 ના નાયબ મામલતદારને વર્ગ 2ના મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્યમાં અવાર નવાર અનેક ખાતાઓમાં અધિકારીઓની પોસ્ટિંગ અને બદલીના આદેશ આપવામાં આવે છે. ત્યારે મામલતદાર કક્ષાના વર્ગ બેના અધિકારીઓને પોસ્ટિંગ અને બદલીના આદેશ છૂટ્યા છે.