ગરવી તાકાત,પાલનપુર
ગ્રામ પંચાયતના લોકો દ્વારા ડી.ડી.ઓ અને ટી.ડી.ઓ.ને જાણ કરવા છતાં આંખ આડા કાન
બનાસકાંઠા જિલ્લાના વડુ મથક પાલનપુર શહેરમાં આવેલો ગ્રામ સલ્લા પંચાયતમાં નીલ પટેલ નામના તલાટીની અન્ય જગ્યાએ ટ્રાન્સફર થતાં તેની જગ્યાએ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી ગામલોકોની ઉચ્ચ માંગ ઉઠી છે. જ્યારે વાત કરવામાં આવે તો ગ્રામ સલ્લા પંચાયતમાં ગામના લોકો દ્વારા અનેક જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા અને તાલુકા વિકાસ અધિકારી ને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે.
આ પણ વાંચો – ઉંઝા APMC ના ચેરમેનનો અનઅધિકૃત માણસ સેસ ઓફિસમાં પૈસાની લેવડ દેવડ કરતો કેમેરામાં કેદ
જ્યારે ગ્રામ પંચાયતના લોકોને સરકારી કામકાજ માટે ઉતારા અથવા ગ્રામ પંચાયત ના દાખલામાં તલાટીના સહી સિક્કા કરાવવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ગામલોકો દ્વારા સરકારી કામકાજ માટે ના કાગળ માટે અનેક ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે.જેથી તાત્કાલિક ધોરણે તાત્કાલિક નવા તલાટીને ચાર્જ સોંપવામાં આવે છે અથવા તો અન્ય તલાટીને ગ્રામ પંચાયતનું હોદ્દો આપવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરી શકાય જ્યારે કામ લોકોની માંગ છે કે વહેલા તે પહેલા ધોરણે જિલ્લા વિકાસ અધિકારી અને પાલનપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા નવા તલાટીઓને નિમણૂક કરવામાં નહિ આવે તો આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
રીપોર્ટ: જયંતિ મેતિયા