માનવતા મરી પરવારી છે અને ગરીબ મજૂરોના મોત ને તમાશો અને અકસ્માત માં ખપાવીને કોઈ ના લાડકવાયા કોઇ ના પતિ કે પછી કોઈ ના પિતાને થોડાક પૈસાની લાલચ આપી બોલતી બંધ કરવામાં આવે છે અને પૈસા ફેકીને માનવ જિંદગી ખરીદવામાં આવી રહી છે.
આવી જ એક ધટના મહેસાણા ખાતે આવેલ અવસર પાર્ટી પ્લોટ ની બાજુ માં આવેલ સ્કાઈલોન કોમ્પલેક્ષ ની બિલ્ડિંગ ની કામની સાઇટ પર ચાલી રહેલ કન્સ્ટ્રકશન ના કામ માં બિલ્ડર ની ધોર બેદરકારી સામે આવી છે અને જેને લીધે એક ગરીબ મજૂર નો ભોગ લેવાયો છે. જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં ઉપરના માળે થી યુવાન નીચે પટકાતા માથાના ભાગે ઈજાઓ થતા ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે મજૂર કામ કરી રહ્યો હતો તેનું નામ નરેશભાઇ પરબતભાઈ બારીયા નામના મજૂર નું મોત નીપજ્યું હતું, 25 વર્સીય મજૂર નું મોત બિલ્ડીંગમમાં કન્સ્ટ્રકશન કામ ચાલુ હોવા છતાં પણ કોઈ જાત ની મજૂરો માટે સેફ્ટી માટેની સેફ્ટી નેટ લગાવવામાં આવી ન હતી. આ મજૂરો માટે કોઈપણ જાતનું સેફ્ટી ના સાધનો વગર મસમોટા કામ ચાલી રહ્યા છે છતાં પણ ત્યાં મહેસાણા નું લોભીયું તંત્ર આવા બિલ્ડરો સામે કોઈપણ જાત ની કાર્યવાહી કરવા માટે ત્યાર નથી બોલો આવા બિલ્ડરો જ્યારે પરમિશન આપવામાં આવે છે ત્યારે અનેક સેફ્ટી લગતા તમામ વસ્તુઓ નું ઉલેખ કરવામાં આવતો હોય છે છતાં પણ બિલ્ડરો અને તંત્ર ની મિલીભગત ને કારણે મન ફાવે તેમ મોટી મોટી બિલ્ડિંગોમાં કામ ચાલી રહેલું હોય છે. સાઈટ પર કામ ચાલતુ હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ પણ પ્રકારની સેફ્ટી ના રખાતાં બિલ્ડરની ઘોર બેદરકારી સામે આવી છે. સામાન્ય મજુરનુ મોત થતાં પરીવારનો આધાર છીનવાઈ જતા પરિવાર નિરાધાર બન્યો હતો. બિલ્ડર સામે કડકમાં કડક પગલાં લેવા તજવીજ કરવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો – મહેસાણા શહેરમાં કચરો ઉપાડવાના ટેન્ડરમાં અધધધ… લાખનો ગફલો – હાઈકોર્ટે નગરપાલીકાને ફટકાર લગાવતા કહ્યુ, જનહીતની અવગણના કરાઈ !
બિલ્ડર પોતાના ખિસ્સા ભરતા રહ્યા અને સેફ્ટીના અભાવે સામાન્ય મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે સવાલ એ રહ્યો કે પરિવારના ભરણ પોષણ કરતા મજુર ના મોત પછી પરિવારનુ કોણ ?
આમાં શંકા ઉપજે તેવી વાત એ છે કે ખાટલો પડ્યો છે પાળી ઉપર જઈ ઊંધે છે કે મજૂર પડ્યા પછી કોઈ એ પાળી પર ગોદડી પાથરી હોય એવું પણબનીશકે આમાં પોલિસ ઊંડી તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે અને જાે ચાલુ હોય તો દરેક મજૂર કામદાર ની જવાબદારી હોય છે બિલ્ડર છટકવા માંટે તેના બચાવ માંટે તેમના માણસો દ્રારા બધું સગે વગે કરી અને અકસ્માતે મોત થયું છે તેવુ ઊપજાવી દીધુ તો નથી ને ત્યાં ઊભા લોકો અને આજુ બાજુ નાં લોક મુખે ચર્ચા સાંભળવા મળેલ વધારે તો પોલિસ ઝીણવટ પૂર્વક તપાસ કરે તો ફોરેન્સિક તપાસ તથા આજુ બાજુ ના લોકો ની પૂછ પરછ તથા અન્ય માધ્યમો થી તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવે અને એક ગરીબ કુટુંબ ને ન્યાય મળે તેમનો કમાવનાર કુટુંબનું ભરણપોષણ કરનાર આધાર છીનવાઈ ગયો છે તેમના ઉપર આભ ફાટ્યું છે તો શું આ ગરીબ ને ન્યાય મળશે કે ગોદડી ગોટે વાળી દેવાશે તે હવે જાેવાનું રહી ગયું છે.