ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. એક પછી એજ માર્ગ અકસ્માતની ઘટના અનેક માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે આવામાં ખેડાના પરિવાર માટે રવિવારની સવાર કાળમુખી બની છે. બનાસકાંઠાના થરાદ ધાનેરા હાઇવે પર કાર ટ્રેકટર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા. બનાવ બન્યો હતો
આ અંગે મળતી માહિતી અનુસાર, બનાસકાંઠામાં થરાદ- ધાનેરા હાઇવે પર પાવડાસણ પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અલટો અને ટ્રેક્ટર વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં ૫ લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં ૩ પુરુષો અને ૨ બાળકોનો સમાવેશ થાય છે. તેમજ મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડાયા હતા જ્યારે કે, અન્ય ૩ ઘાયલોને ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહોને પી એમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડાયા હતા.મૃતકોમાં ગેમરાજી જુમાજી ૫૫,ટીપુંબેન ભમરજી ૭,શૈલેષભાઇ ભમરાજી ૨,રમેશભાઈ બળવંતજી ૩૫,અશોકભાઈ ઠાકોર જડિયાળી સામેલ છે
મળતી માહિતી મુજબ ખેડાથી પરિવારના સભ્યો ભાખડીયાલ જઇ રહ્યા હતા, ત્યારે આ ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાંજ ધાનેરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને સમગ્ર ઘટનાની જાણ થતા તા તપાસ શરૂ કરી છે
[News Agency]