—
શિક્ષિકાને રાધનપુરમાં શાંતિધામ પાસે અકસ્માત નડ્યો
ગરવી તાકાત રાધનપુર: રાધનપુરમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલક શિક્ષિકાનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. રાધનપુરથી કમાલપુર પ્રાથમિક શાળામાં નોકરી પર જઇ રહેલા શિક્ષિકાનું મોત થતાં પરિવારમાં અને કમાલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં માતમ છવાયો છે.
રાધનપુરથી એક્ટિવા લઇ કમાલપુર પ્રાથમિક શાળા નોકરી પર જઇ રહેલા શિક્ષિકા ભાવનાબેનને રાધનપુરમાં શાંતિધામ પાસે અકસ્માત નડ્યો હતો. કાળ બનીને આવેલા ટ્રકે ભાવનાબેનની એક્ટિવાને ટક્કર મારતા ભાવનાબેન હાઇવે પર પટકાયા હતા. જેમના માથાના ભાગે ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત થયુ હતું.
આકસ્માતની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ રાધનપુર પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતક ભાવનાબેનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.