ગરવી તાકાત મહેસાણા: પાટણના રાધનપુરમાં આજે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાધનપુરથી બઘવડ રોડ પર ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની માહિતી રહી છે.
અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. ઘાયલોને ૧૦૮ મારફતે રાધનપુર રેફરલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે પાટણના રાધનપુરથી બઘવડ રોડ પર એક ડમ્પરે રીક્ષાને અડફેટે લીધી હતી, જેમાં ડમ્પરે રીક્ષાને કચડતા ૩ લોકોના કમકમાટીભર્યા મોત થયાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. રાધનપુર -ભાભર રોડ પર અક્સમાત સર્જાતા ભારે ટ્રાફિક જામ થયો હતો
ઘાયલને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર અકસ્માત સર્જાતા આપ્સ્સાના લોકો કૂતુહલવશ ઘટના સ્થળે ઉમટયા હતા