- ભટામલ મોટી ગામના રીક્ષા ચાલક પિતા પુત્રનું માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે મોત
- રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા ઘરના મોભીનું અકસ્માતમાં મોત થતાં અરેરાટી
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેર બાદ અકસ્માતમાં બેફામ વધારો થઇ રહ્યો છે ત્યારે દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના જાહેર માર્ગ પર રાત્રીના સમયે પીક અપ ડાલાના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુ
માવતા સામે આવતી રિક્ષા સાથે અકસ્માત કરતા રિક્ષામાં સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત થયા હતા.
પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના રાવળ ભગવાનભાઈ બબાભાઈ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા હતા.અને તેમને એક સંતાન છે. ત્યારે કુદરત દ્વારા આફત આવતા આખરે પરિવાર પર દુઃખ નુ તાંડવ થયું છે. રાવળ ભગવાનભાઈ બબાભાઈ ગરીબ અને મધ્યમ ગરીબ વર્ગનો યુવાન રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે કુદરતે અચાનક અકાળે મોતના મુખમાં ધકેલતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે ત્યારે ગત રાત્રિએ દાંતીવાડા તાલુકાના વાઘરોલ ગામના જાહેર માર્ગ ઉપર પીકપ વાહનના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા સાથે ધડાકાભેર અકસ્માત કરતા આ અકસ્માતમાં રિક્ષાચાલક તેમજ તેના પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. સાથે સાથે રિક્ષાચાલક રાવળ ભગવાનભાઈ બબાભાઈની સાથે તેના પુત્ર પ્રિન્સનું પણ મોત થયું છે ત્યારે પોતાનું એકનું એક સંતાન ગુમાવતી માતાને પોતાના પતી તેમજ સંતાનની છત્ર છાયા ખોવાનો વારો આવ્યો છે. ત્યારે સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક દોડી આવી હતી અને બાદમાં અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.