પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર
  • ડાંગીયામાં તસ્કરો ઘી,ખાંડ અને તેલના ડબ્બા પણ ઉઠાવી ગયા

દાંતીવાડા તાલુકાના ડાંગીયામાં  કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમા તસ્કરો ઘી, ખાંડ અને તેલના ડબ્બા તેમજ નિરમા સાબુ સહિતની કરિયાણાની મતાની ચોરી કરી પલાયન થઇ જતાં ચકચાર મચી ગઇ હતી.

દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામે રહેતા નરેશકુમાર પ્રભાશંકર જોષીની કરીયાણાની દુકાનમાં ગત રાત્રિના સુમારે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને તેમની આરાસુરી કરિયાણા સ્ટોર નામની દુકાનના તાળા તોડી પ્રવેશ કરી દુકાનમાં પડેલા ચોખાના કટ્ટા, મગની દાળ, અલગ અલગ બ્રાન્ડના તેલના ડબ્બા, ચણાનું બેસન, ખાંડના કટ્ટા તેલના ૫ લીટરના ડબલા, સુપર નિરમાના કટા સહિતની તે કરિયાણાની મતા મળી કુલ રૂ. ૧.૭ લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઈ જતાં આ બાબતે દાંતીવાડા પોલીસ મથકે તેઓ ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: