ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સામાન્ય જનતાની શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ સજ્જ બની છે. એટલુ જ નહીં સામાન્ય જનતામાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે બેદરકારીથી વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા એક મહિનામાં 157 જેટલા વાહન ચાલકોની વિરૂદ્ધ બેદરકારી દાખવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે.


આમ મહેસાણા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતિ આવે અને રસ્તા પર અકસ્માતની ઘટનાઓ ન બને તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લા ટ્રાફિક પોલીસ ભવિષ્યમાં પણ આ પ્રકારે બેદરકારી દાખવનારા વાહન ચાલકો વિરૂદ્ધ વધુમાં વધુ કડક કાર્યવાહી કરવાના છે.ટ્રાફિક પોલીસની આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં પીએસઆઈ કે.બી.લાલકા, એએસઆઈ નિતીનભાઈ હરજીવનભાઇ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ, હેડ કોન્સ્ટેબ જગદીશભાઇ સહિતનાઓ જોડાયેલા રહ્યા છે. ટ્રાફિક નિયમભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બદલ તેમની કામગીરીની સરાહના થઇ રહી છે.