પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

બનાસકાંઠા જિલ્લાના ભાભર નવાથી રાધનપુર રોડ પર જોગમાયા માતાજીના મંદિરની સામે રોડ પરથી પસાર થઇ રહેલ રાહદારી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામના હરચંદજી નાગજીજી ઠાકોરને ત્યાંથી પસાર થઈ રહેલા એક મોટર સાઇકલના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી ટક્કર મારી રોડ પર પાડી દઈ શરીરે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી મોટર સાયકલ લઇ ભાગી ગયો હોવાની ફરીયાદ મૃતકના ભાઇ ગણાજી ઠાકોરે ભાભર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ફરીયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીયા