ટ્રેડરોએ એમસીએક્સના સ્થાપના દિવસને ઓપ્શન્સમાં રેકોર્ડ ટર્નઓવર નોંધાવી વધાવ્યો

November 13, 2021
Weekly MCX

સોનાના વાયદામાં રૂ.1,663 અને ચાંદીમાં રૂ.2,845નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલમાં ઘટાડોઃ કોટનના વાયદાના ભાવમાં રૂ.600નું ગાબડુઃ સીપીઓ, મેન્થા તેલ, રબર, કપાસમાં સાર્વત્રિક નરમાઈનો માહોલઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 655 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 525 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 244 પોઈન્ટની મૂવમેન્ટ

 

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 5 થી 11 નવેમ્બરના સપ્તાહ દરમિયાન 21,21,165 સોદાઓમાં કુલ રૂ.1,77,397.34 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સપ્તાહ દરમિયાન બુધવાર, 10 નવેમ્બરના રોજ એમસીએક્સના 18મા સ્થાપના દિને એક્સચેન્જ પર ઓપ્શન્સમાં કુલ રૂ.16,231.35 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ક્રૂડ તેલના ઓપ્શન્સમાં છેક તેના પ્રારંભથી અત્યાર સુધીમાં 10 નવેમ્બરના રોજ રૂ.13,010 કરોડનું અને 11 નવેમ્બરના રોજ રૂ.14,358 કરોડનું દૈનિક ઉચ્ચતમ ટર્નઓવર જોવા મળ્યું હતું. આ ઉપરાંત નવા શરૂ કરાયેલા ચાંદી-મિનીના ઓપ્શન્સમાં પણ 10 નવેમ્બરના રોજ રૂ.31.44 કરોડનાં 4,780 કિલોનાં રેકોર્ડ કામકાજ નોંધાયાં હતાં. આમ બ્રોકરોએ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ કરીને એમસીએક્સના સ્થાપના દિનની ઊજવણી કરી હોય તેવું બજારમાં ચર્ચાતું હતું. જોકે આ ટર્નઓવર વધવા પાછળ બીજા ઘણા કારણો પણ જવાબદાર છે, જેમાં પીકમાર્જિન લાગૂ થયું, કોમોડિટી ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સ વિશે લોકોમાં જાગરૂકતા વધવી વગેરે કારણોનો પણ સમાવેશ થાય છે. માર્જિન વધવાથી અને વોલેટાલિટી વધવાથી ટ્રેડરોનું ક્રૂડ ઓઈલ ઓપ્શન્સમાં સૌથી વધુ આકર્ષણ વધ્યું છે. ખાસ કરીને છેલ્લાં છ મહિનાની વાત કરીએ તો ઘણા ટ્રેડરો ઓપ્શન્સનાં કામકાજ તરફ વળ્યા છે, એવી બજારમાં ચર્ચા હતી.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,98,461 સોદાઓમાં રૂ.57,343.66 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,678.83 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,231.96 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.49,423.11 કરોડનાં કામકાજ થયાં હતાં.  

એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 8,97,588 સોદાઓમાં કુલ રૂ.53,717.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,519ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.49,380 અને નીચામાં રૂ.47,294 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,663 વધી રૂ.49,216ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,154 વધી રૂ.39,410 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.138 વધી રૂ.4,884ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.63,602 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.67,038 અને નીચામાં રૂ.63,275 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.2,845 વધી રૂ.66,965 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,751 વધી રૂ.67,043 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2,757 વધી રૂ.67,055 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 4,52,805 સોદાઓમાં કુલ રૂ.37,860.77 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,946ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,279 અને નીચામાં રૂ.5,887 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.168 ઘટી રૂ.6,025 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.51.70 ઘટી રૂ.378.90 બંધ થયો હતો.

બનાસ બેંકની 9 બેઠકો પરની ચુંટણીમાં 99.07 ટકા મતદાન – 15મીએ મત ગણતરી

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 16,467 સોદાઓમાં રૂ.2,029.17 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,753ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1805 અને નીચામાં રૂ.1750 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.42.50 ઘટી રૂ.1,765 બંધ થયો હતો. આ સામે રબર નવેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,050ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,050 અને નીચામાં રૂ.17,761 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.61 ઘટી રૂ.17,915ના ભાવે બંધ થયો હતો. સીપીઓ નવેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,127ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1127 અને નીચામાં રૂ.1082.10 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.28.80 ઘટી રૂ.1104 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.30 ઘટી રૂ.933.40 અને એમસીએક્સ કોટન નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.600 ઘટી રૂ.32,480 બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 1,62,842 સોદાઓમાં રૂ.24,733.52 કરોડનાં 51,070.779 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,34,746 સોદાઓમાં કુલ રૂ.28,983.80 કરોડનાં 4,423.889 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,92,372 સોદાઓમાં રૂ.18,608.27 કરોડનાં 3,05,75,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 2,60,433 સોદાઓમાં રૂ.19,252.50 કરોડનાં 49,88,57,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.67 કરોડનાં 76 ટન અને કોટનના વાયદાઓમાં 8,184 સોદાઓમાં રૂ.819.80 કરોડનાં 251950 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 497 સોદાઓમાં રૂ.21.69 કરોડનાં 232.2 ટન, રબરના વાયદાઓમાં 137 સોદાઓમાં રૂ.2.65 કરોડનાં 148 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 7,634 સોદાઓમાં રૂ.1,184.36 કરોડનાં 1,08,060 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 15,520.194 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 534.682 ટન, ક્રૂડ તેલમાં 7,25,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,05,20,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 137475 ગાંસડી, મેન્થા તેલમાં 379.08 ટન, રબરમાં 63 ટન, સીપીઓમાં 81,580 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 23,510 સોદાઓમાં રૂ.1,976.43 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 12,155 સોદાઓમાં રૂ.986.05 કરોડનાં 13,582 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 8,324 સોદાઓમાં રૂ.744.41 કરોડનાં 8,916 લોટ્સ, તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 3,031 સોદામાં રૂ.245.97 કરોડનાં 3,131 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,182 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 904 લોટ્સ તેમ જ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 207 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,275ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,825 અને નીચામાં 14,170ના સ્તરને સ્પર્શી, 655 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 528 પોઈન્ટ વધી 14,791ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 16,583ના સ્તરે ખૂલી, 525 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 192 પોઈન્ટ વધી 16,832ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 6,256ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 6,389 અને નીચામાં 6,145 સુધી જઈ, સપ્તાહ દરમિયાન 244 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 258 પોઈન્ટ ઘટી 6,213ના સ્તરે બંધ થયો હતો.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0