કાલે ધનતેરશના દિવસે મહેસાણાના સોનીબજારમાં ઝવેરીઓ દ્વારા સારી ઘરાકી રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો  

November 9, 2023

દિવાળીની પર્વ શ્રૃંખલામાં ધનતેરસનું ખાસ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિએ ઉપરાંત સોના-ચાંદી જેવી ચીજોની ખરીદીને શુભ માનવામાં આવે છે

મહેસાણાના ઝવેરીઓ દ્વારા આવતીકાલે ધનતેરસે સારી ઘરાકી રહેવાની આશા રાખીને આગોતરી તૈયારી કરી છે

ગરવી તાકાત, મહેસાણા તા. 09 – આવતીકાલે ધનતેરસના પવિત્ર તહેવારે સોનીબજારમાં ઝગમગાટ રહેવાનો આશાવાદ છે. આ માટે ઝવેરીઓ સજજ બન્યા છે. દાગીનાથી માંડીને સિકકા-લગડીની સારી ઘરાકી રહેવાની ગણતરી વચ્ચે માર્કેટ મોડે સુધી ચાલુ રહેનાર છે. દિવાળીની પર્વ શ્રૃંખલામાં ધનતેરસનું ખાસ મહત્વ છે. ધાર્મિક દ્રષ્ટિએ ઉપરાંત સોના-ચાંદી જેવી ચીજોની ખરીદીને શુભ માનવામાં આવે છે અને લોકોમાં પણ શુકનવંતી ખરીદી કરવાની રીતસરની પરંપરા છે.

ધનતેરસ આજે કે આવતી કાલે? જાણો સાચી તિથિ અને પૂજા વિધિ, શુભ મુહૂર્ત વિશે  માહિતી | India News in Gujaratiઆ હકીકતને ધ્યાને રાખીને માત્ર મહેસાણા ગુજરાત જ નહીં, દેશભરની સોનીબજારો અગાઉથી સજજ બની જતી હોય છે. મહેસાણાના ઝવેરીઓ દ્વારા આવતીકાલે ધનતેરસે સારી ઘરાકી રહેવાની આશા રાખીને આગોતરી તૈયારી કરી છે. મહેસાણાના જવેલર્સોના કહેવા પ્રમાણે ધનતેરસે મોટી શુકનવંતી ખરીદી રહેવાનો આશાવાદ છે. લોકો બજેટ પ્રમાણે ખરીદી કરતા હોય છે. દાગીનાથી માંડીને સિકકા-લગાડી ખરીદવાની રોજ પરંપરા હોય છે. આ પવિત્ર દિવસને નજરમાં રાખીને નવીનતમ આકર્ષક ડિઝાઈનના નવા દાગીનાની શ્રેણી પણ મુકવામાં આવી છે.

હાર, સેટ, બંગડી જેવી પરંપરાગત ચીજો ઉપરાંત મીની સેટ તથા લાઈટવેઈટ દાગીનાઓનો ટ્રેન્ડ છે. સોનુ તેમજ ચાંદી બન્નેની સારી ખરીદી થાય તેમ છે. સોનાના ભાવ છેલ્લા એકાદ મહિનામાં ઘણા વધ્યા હોવા છતાં છેલ્લા બે દિવસમાં આંશિક નીચા આવતા રાહત છે. અમેરિકાનો ગત વખતે વ્યાજદર યથાવત રાખ્યો હોવા છતાં ફેડ મેમ્બરો વ્યાજદર વધારવાના મૂડ હોવાના સંકેતોથી બે દિવસથી સોનાના ભાવ ઠંડા પડયા છે. ઈઝરાયેલ યુદ્ધને કારણે એકાદ માસમાં ભાવમાં સારી એવી તેજી થવાનું ઉલ્લેખનીય છે. જવેલર્સોએ એમ કહ્યું કે ધનતેરસ પુર્વે ભાવ ઠંડા પડયા હોવાથી ખરીદીનું માનસ વધી શકે તેમ છે. લગ્ન કે કોઈ પ્રસંગ અથવા વપરાશ માટે દાગીના ખરીદવામાં આવે

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0