વર્લ્ડકપ 2019માં આજે 14મો મુકાબલો ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં રમાશે. અહીં વરસાદની સંભાવના બહુ ઓછી છે પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે ફાસ્ટ બોલરનો જલવો જોવા મળી શકે છે.

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે પ્રથમ મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા પણ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને હરાવી ચુકી છે. તેથી આજરોજ ઓસ્ટ્રેલિયા ભારતને જોરદાર ટક્કર આપશે તેમ માનવામાં આવે છે. રવિવારના આજ રોજ બપોરે 3.00 કલાકે મેચનો પ્રારંભ થશે.

ભારતઃ વિરાટ કોહલી (સુકાની), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, વિજય શંકર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્રસિંહ ચહલ,મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, દિનેશ કાર્તિક, રવીન્દ્ર જાડેજા.

ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (સુકાની), ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, એડમ ઝમ્પા, પેટ કમિન્સ, નાથાન કોલ્ટર-નાઇલ, મિચેલ સ્ટાર્ક, નાથાન લાયન, શૌન માર્શ, જેસન બેર્હેનડ્રોફ, કેન રિચર્ડસન.