જગત જનની જગદંબા મા આદ્યશક્તિ બહુચરના જ્યાં બેસણા છે. તે બેચરાજી. ભગવાન શ્રીકૃષ્ણની પણ જ્યાં ચૌલક્રિયા થઈ હતી તે બેચરાજી. મહાદૈત્ય દંઢાસુરનો જ્યાં વધ થયો હતો તે ચુવાણ ચોક એટલે બેચરાજી અને વાત જો વર્તમાનની કરીએ તો ઉદ્યોગિક હબ એટલે બેચરાજી. હા ઓળખ માત્ર યાત્રાધામની જ હતી પરંતુ વિકાસના નામે અહીં મીંડુ હતું. બજાર મોટી હતી પણ ઘરાકી સાવ નાની હતી. એક માત્ર આસરો ચૈત્રી પૂનમના મેળાનો હતો. એ બેચરાજી આજે બદલાઈ ગયું છે. કેટલું બદલાયું છે. ?

ઔદ્યોગિક હબ બનતા સુધરી લોકોની જીવન શૈલી

જિલ્લા મથક મહેસાણાથી બેચરાજીનું અંતર માત્ર 40 કિલોમીટર છે. પરંતુ થોડાક વર્ષો પહેલા આ અંતર કાપવામાં ફાંફા પડી જતા હતા અને એક કલાકનો સમય લાગતો હતો. પણ અમારા જાત નિરીક્ષણમાં જોયું કે અંતર માત્ર 34 મિનિટમાં કપાઈ ગયું. સૌથી પહેલા અમે મા બહુચરના મંદિરમાં પહોંચ્યા.મા બહુચરનું આ મંદિર થોડા વર્ષો પહેલા જ 10 કરોડના ખર્ચે તૈયાર થયું છે. હજુ થોડું કામ બાકી છે.

પરંતુ બેચરાજીનો વિકાસ કેટલો થયો છે ?

જોરશોરથી જેની ચર્ચા થઈ રહી છે એ ટુકડે-ટુકડે ગેંગમાં શું છે? શાહના મંત્રાલયે આપ્યો આ ચોંકાવનારો જવાબ જો મોટું શહેર હોય તો કોર્પોરેશન, નાનું શહેર હોય તો નગરપાલિકા અને નાનું ગામ હોય તો ગ્રામ પંચાયત. સામાન્ય વહીવટના સ્તંભો થકી જ વિકાસ નવી ઉંચાઈઓ આંબતો હોય છે. ત્યારે અમે બેચરાજી પંચાયતમાં પહોંચ્યા. જ્યાં મુલાકાત ગામના સરપંચ દેવાંગ પંડ્યા સાથે થઈ. આ એ જ યુવા સરપંચ છે કે જેના કારણે બેચરાજી આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે.

એક સમયે બેચરાજી તેના ખારા પાણી માટે વગોવાયેલું હતું. બેચરાજીના લોકો નજીકના ગામ ચાંદણકીનું પાણી પીતા હતા. પરંતુ આજે બેચરાજી આજે ઘણું બદલાયું છે. બેચરાજી મંદિરના વિકાસ અને ગામના સરપંચ પાસેથી બેચરાજીના બદલાવ વિશે જાણકારી મેળવ્યા બાદ. અમારી યાત્રા આગળ વધી. અને અમે એક મોલ પર પહોંચ્યા. જિંહા મોલ પણ. બેચરાજીમાં નાના દુકાનદારોના પહેલા જ્યાં માંડ ધંધા રોજગાર ચાલતા હતા. તે જ બેચરાજીમાં આજે મોટા મોટા મોલ અસ્તિત્વમાં આવી ગયા છે.

અમદાવાદ, મહેસાણા જેવી મોટી સીટી તે ઓળખ બન્યા બેચરાજી ગામની જે મોલ તમે અમદાવાદ, મહેસાણા જેવી મોટી સીટીમાં નિહાળો છે તે એક પછાત ગણાતા બેચરાજીમાં હાલ કાર્યરત થયા છે. અમે કેટલાક છૂટક અને નાના વેપારીઓને પણ મળ્યા.

બેચરાજીમાં રહેતા લોકોનું જીવન ધોરણ બદલાયું: બેચરાજીમાં રહેતા લોકોનું જીવન ધોરણ પહેલા સામાન્ય હતું. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. સ્થાનિક લોકો સિવાય બહારના પણ અનેક લોકો આ શહેરમાં આવીને વસ્યા છે. તેના કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવી છે. બેચરાજીમાં અમદાવાદ જેવા ફ્લેટની કલ્પના પણ કરી શકાતી ન હતી. ત્યાં આજે 3 હજારથી વધુ નવા ફ્લેટ તૈયાર થઈ રહ્યા છે.

ઈન્ડસ્ટ્રીયલ હબ બન્યું તો બેચરાજી ઈન્ડસ્ટ્રીયલ હબ બનવાને કારણે હેવી વિહિકલ ઝોન બની ગયું છે. તેમ કહીએ તો ખોટું નથી. કારણ કે બેચરાજીના રોડ-રસ્તા પર તમને એક-બે નહીં પણ અનેક મોટી ટ્રકો દોડતી જોવા મળે છે.

Contribute Your Support by Sharing this News: