પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ભગવાન જગન્નાથજી આજે પાલનપુરના રાજમાર્ગો પર નગરચર્ચાએ નીકળશે

પાલનપુરમાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવે છે. તેમાં આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજનની તૈયારીઓ પૂર્ણ થઇ છે. ત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે પાલનપુરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળશે.
અષાઢી બીજ નિમિત્તે પાલનપુરમાં શ્રીરામ સેવા સમિતિ તથા સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ આજે તારીખ ૪ જુલાઇને ગુરુવારના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં અષાઢી બીજ નિમિત્તે પાલનપુરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજી નગરચર્ચાએ નીકળશે અને લોકો ભક્તિભાવથી તેઓના દર્શનનો લાભ લેશે. મોટા રામજી પથ્થર સડક મંદિરથી નીકળેલી રથયાત્રા પાલનપુર શહેરના વિવિધ રાજમાર્ગો પર પરિભ્રમણ કરશે. જેમાં ધર્મપ્રેમી જનતા ભગવાનની રથયાત્રાના દર્શનનો લહાવો લઇ ધન્ય બનશે. અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનેક શહેરોમાં આયોજિત કરવામાં આવે છે. જેમાં પાલનપુરમાં પણ આયોજિત આ રથયાત્રામાં ધર્મપ્રેમી જનતા જોડાશે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય તે માટે શ્રીરામ સેવા સમિતિ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું છે. 
બોકસ : રથયાત્રાનો રૂટ 
રથયાત્રા મોટા રામજી મંદિરથી નીકળી-મોટી બજાર-નાનીબજાર- ત્રણબત્તી- ગઠામણ દરવાજા- જહાં આરા બાગ- અયોધ્યાનગર- સુરેશ મહેતા ચોક- અંબિકાનગર- મીની અંબિકાનગર- જુના લક્ષ્મીપુરા- કૈલાશનગર- બેચરપુરા- એરોમા સર્કલ- હનુમાન ટેકરી- સુખબાગ રોડ- કોઝી ટાવર- ગુરુનાનક ચોક- સ્ટેશન રોડ અને દિલ્હીગેટ થઇ પરત રામજી મંદિર પહોંચશે.

Contribute Your Support by Sharing this News: