ભારતભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ધાનેરામાં હોસ્પીટલોમાં આવતા દર્દીઓ તેમજ સગાઓનીને જમવા માટે હોટલો બંધ હોવાના કારણે ભારે મુસ્કેલી પડતી હોવાથી અર્બુદા યુવા ફાઉન્ડેશન ની ટીમ દ્વારા તેમને નિસુલ્ક ટિફિન સેવા સરુ કરતા સોનામાં સુગંધ ભળી છે. આ ટ્રસ્ટ દ્વારા એક મહીનો આ રસોડુ ચાલુ રાખીને 16 હજાર ટિફીનો હોસ્પીટલો સુધી પહાંચાડ્યા હતા.
બનાસકાંઠાની ધરતી એટલે માનવતાની મહેક ફેલાવનાર ધરતી છે. હાલમાં કોરોનાની મહામારીમાં હોટલ માલિકો પણ પોતાની હોટલો બંધ કરી દીધી છે. જેથી દર્દીઓ તેમજ તેમના સગાઓ ને હોસ્પીટલમાં રહેતા હોવાથી તેમને જમવાની અગવડ પડતી હતી અને તે બાબતે ધાનેરાના સેવાભાવી અર્બુદા યુવા ફાઉન્ડેશનના મિત્રો ભેગા મળીને ધાનેરાની હોસ્પીટલોમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સાથે રહેલા લોકો માટે હોસ્પીટલમાં જ ટિફિન પહાંચાડવાની સરુઆત કરવામાં આવેલ અને આ લોકોએ છેલ્લા 30 દિવસ સવાર અને સાંજ બન્ને ટાઇમ હોસ્પીટલોમાં 16 હજાર લોકોને સુધ્ધ અને ગરમા ગરમ ભોજન પુરુ પાડ્યુ હતુ અને બુધવારે આ રસોડાની પૂર્ણાહુતિ કરવામાં આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, પ્રાંત અધિકારી યોગેશભાઇ ઠક્કર, ના.મામલતદાર વિરમભાઇ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સોમાણી તેમજ તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઇ ત્રિવેદી એ હાજર રહીને આ સેવા કરનારા કાર્યકર્તાઓને સન્માનિત કર્યા હતા.
ખરેખર કોરોનમાં સાચી સેવા આ ટીમ કરી રહી છે : નથાભાઇ પટેલ (ધારાસભ્ય ધાનેરા)
પોતાના પરીવારના લોકો પણ નથી થતા તેવા સમયમાં આ ફાઉન્ડેશન ની ટીમ ટિફિન સેવા આપે છે તે ખરેખર સાચી સેવા છે. કોરોના મહામારીમાં હોટલો બંધ હોવાથી દર્દીઓને મુસ્કેલી પડતી હતી તેવા સમય માં આ ટીમ દ્વારા સરસ અને પોષ્ટીક ભોજન આપે જે ભોજન થી તમામ લોકો પણ ખુશ થયા હતા અને આ ટીમ દ્વારા લોકોમાં જાગૃતિ લાવતા કોરોના સંક્રમણ પણ ફેલાતુ અટક્યુ છે.
અન્નદાન એજ મોટુદાન છે : યોગેશભાઇ ઠક્કર (પ્રાંત અધિકારી, ધાનેરા)
ધાનેરામાં લોકડાઉન હોવાથી લોકો ને ભોજન ની સગવડ તો દુર પણ નાસ્તો પણ મળતો ન હોવાથી આ ટીમે દર્દીઓ તેમજ તેમના સગા અને હોસ્પીટલમાં સ્ટાફને ટિફિન આપવાની સરુઆત કરવામાં આવેલ જે ટિફિનમાં સવારે રોટલી-શાક, દાળ-ભાત તથા સાંજે ભાખરી-શાક, અને ખીચડી-કઢી આપવામાં આવેલ તે ખરેખર અભિનંદનને પાત્ર હતુ. આ ટીમના રાજનભાઇ, દિનેશભાઇ તથા તેમની ટીમને અભિનંદન પાઠવુ છું અને અન્ન દાન એજ મોટુ દાન છે.