ગરવી તાકાત, ગાંધીનગર

આજે PDU સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે સી.એમ. એ ડેશબોર્ડના માધ્યમથી વીડિયો કોન્ફરન્સ કરી સંવાદ યોજી સંપૂર્ણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જીવના જોખમે દિવસ-રાત કામ કરતાં કોરોના વૉરિયર્સ જેવાં કે, ડૉકટર્સ, નર્સ અને તબીબી સ્ટાફને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને તેમનો જુસ્સો વધાર્યો હતો.

વર્ચ્યુઅલ સંવાદમાં રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતેથી આરોગ્ય સચિવ જયંતિ રવિ,સિનિયર આઈએએસ અધિકારી રાહુલ ગુપ્તા,મિલીનદે તોરવણે,કલેક્ટર રૈમ્યા મોહન,મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ જોડાયા.

Contribute Your Support by Sharing this News: