ગરવીતાકાત,થરાદ: થરાદ તાલુકાના ત્રણ ગામોના આંગણેથી નર્મદાની માયનોર નહેર બનાવવામાં આવી હોવા છતાં પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ૫૦૦ જેટલા ખેડૂતોની જમીન વાવેતર વગરની પડી રહેતી હોવાથી તેમનામાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. થરાદ તાલુકાના ભાપી પાસેથી ફાટકતી સવપુરા માયનોર કેનાલમાં ભાપી,ભડોદર અને સવપુરા એમ છ ગામોના હજારો ખેડુતોની જમીનનો સિંચાઇ માટે કમાન્ડ વિસ્તારમાં સમાવેશ થાય છે.

પરંતુ ખેડુતોનો આક્ષેપ છે કે માત્ર ત્રણ ગામો માટે જ બનાવવામાં આવી હોય એમ ભાપી  ભડોદર અને સવપુરાને પાણી મળે છે. જ્યારે રામપુરા, ભોરલ અને પાતીયાસર ત્રણ ગામોના ખેડુતોને મળતું નથી. ખેડુતોએ નહેર વિભાગમાં વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. પરંતુ આ ત્રણ ગામોના ખેડુતોને નહી મળતાં તેમનામાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાવા પામી છે.

આ અંગે રામપુરાના ખેડુત જગદીશભાઇ રાજપુરોહિતે જણાવ્યું હતું કે તેમની નહેરમાં અપવાદરૂપ સંજોગોમાં ખેડુતોએ આખી રાતના ઉજાગરા કરતાં માંડ બે ત્રણ કલાક પાણી મળ્યું હશે.આમ પાંચ વર્ષમાં વધુમાં વધુ બે કે ત્રણ સિઝનમાં જ ખેડુતોને પિયત સંભવ બન્યું હતું. જ્યારે આજે પણ આ નહેરમાં પાણી ચાલુ છે. જે સવપુરા સુધી આવે છે. જ્યારે તેમની નહેર કોરીકટ પડી હોઇ ખેડુતો પાણીની રાહ જોઇ રહ્યા છે. તેમની નહેરમાં પાણી નહી મળવાના કારણ અંગે ખેડુતોએ જણાવ્યું હતું કે એક તો વિભાગ દ્વારા પાણી ઓછુ છોડવામાં આવે છે.

Contribute Your Support by Sharing this News: