ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરની પાલાવાસણા ચોકડી પાસે આવેલી એક હોટલ બહાર પૈસાની જૂની અદાવત રાખીને ત્રણ શખસોએ એક યુવક પર લોખંડની પાઈપ અને બેઝબોલના ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી આ હુમલામાં યુવકને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોસણ ગામના આથમણા વાસમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અમિતકુમાર ઉદેસિંહ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે એક વર્ષ અગાઉ સુખપુરડા ગામના વિશાલજી સોહમજી ઠાકોર પાસેથી ઉછીના પૈસા લીધા જે સમયસર પરત કરી દીધા.
![]()
તેમછતાં વિશાલજી અવારનવાર વધુ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે છેલ્લા છ મહિનાથી તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો ગત 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે અમિતકુમાર તેમના પિતરાઈ ભાઈ કિરણજી સાથે પાલાવાસણા ચોકડી પાસે આવેલા સન પેટ્રોલ પંપની સામે ‘અપના ફ્રાય સેન્ટર’ ખાતે જમવા ગયા જમીને હોટલની બાજુમાં ઉભા આ દરમિયાન અચાનક વિશાલજી સોહમજી ઠાકોર લોખંડની પાઈપ લઈને ધસી આવ્યા અને અમિતકુમારના માથાના પાછળના ભાગે ફટકો માર્યો.

આ હુમલા દરમિયાન વિશાલજીની સાથે અન્ય બે શખ્સો, વિશાલ અને રોહિતજી ઠાકોર પણ લોખંડની પાઈપ તથા બેઝબોલના ધોકા સાથે તૂટી પડ્યા હુમલાખોરોએ અમિતકુમારને જમણા પગના ઢીંચણ નીચે ધોકા મારતા તેમને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ જ્યારે રોહિતજીએ બરડાના ભાગે પાઈપના ફટકા માર્યા હુમલા બાદ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા જેને જોઈ ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હાલમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.


