મહેસાણા ના ખેરાલુ હાઈવે ઉપર આજે સવારના સમયે કાર ઝાડ સાથે અથડાઈ જતા શોર્ટ સર્કીટ થતા કારમાં આગ લાગી હતી, આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ જણાના કરૂણ મોત થયા હતા અને બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ અકસ્માતમાં રાકેશભાઈ રણછોડભાઈ નામના વ્યક્તિ પોતાના પરિવાર સાથે અમદાવાદ થી અંબાજીના મંદીરે દર્શનાર્થે કારમાં જઈ રહ્યા હતા ત્યારે મહેસાણા ના ખેરાલુ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમની કાર ઝાડ સાથે અથડાઈ જતા ગોઝારો અકસ્માત થવા પામેલ હતો. ઝાડ સાથે કાર અથડાતા કારમાં અચાનક શોર્ટ સર્કીટ થતા કારમાં આગ લાગી હતી. આ આગના કારણે કારમાં સવાર રાકેશભાઈની માતા,પત્ની અને બે દિકરીઓ ને ગંભીર ઈજાઓ થવા પામેલ હતી. જેમાં તેમના માતા અને બન્ને દિકરીઓનુ મોત નીપજ્યુ હતુ.
અકસ્માતમાં રાકેશભાઈ અને તેમની પત્ની ને ગંભીર ઈજાઓ થતા તેમને મહેસાણાની હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે આ અકસ્માતમાં જે વૃધ્ધા અને બે દિકરીઓના મોત થયા છે એમાં એક દિકરીની ની ઉમંર 12 અને બીજાની 16 વર્ષની હતી. આ પરીવાર મુળ મહેસાણા જીલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામનો હતો.