લાખણીના લાલપુર ગામના સગા ત્રણ ભાઈઓ બાઇક પર જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત.

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની એક મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. લાખણીના ગેળા રોડ પર લાલપુર ગામના ત્રણ સગા ભાઇઓ બાઇક પર પસાર થઇ રહ્યા હતા. તે વખતે એક ખાનગી બસ સાથે અકસ્માત સર્જાતાં ત્રણેય ભાઈઓના ઘટના સ્થળે જ મોત નિપજયા છે.

ગરવીતાકાત,બનાસકાંઠા: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ટ્રાફિક નિયમનના કાયદાનો અમલ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમાં હેલ્મેટ તેમજ ત્રણ સવારી સહિતના ટ્રાફિક નિયમભંગ બદલ દંડની જોગવાઈ કરવામા આવી છે. તેમ છતાં હજુ સુધી પણ પોતાના જીવની પરવાહ કર્યા વિના લોકો બાઇક પર ત્રણ સવારી જતા જોવા મળતા હોય છે. બાઇક પર ત્રણ સવારી જવાની ઘટનાનો આખરે શું અંજામ આવે છે તે લાખણી તાલુકાના લાલપુર ગામના સગા ત્રણ ભાઈઓના મોત પરથી જણાઇ આવે છે. પ્રજાપતિ સમાજના ત્રણ ભાઈઓ એક બાઇક પર ત્રણ સવારી લાખણી તાલુકાના ગેળા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વખતે ત્યાંથી પસાર થઈ રહેલી ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર ટક્કર થતા અકસ્માતમાં ત્રણેય ભાઈઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા પ્રજાપતિ સમાજના એક જ કુટુંબના ત્રણ દીકરાઓના મોતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

અહેવાલ : જયંતિ મેતિયા

Contribute Your Support by Sharing this News: