મહેસાણામાં બુધવારે મોડી સાંજે કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા, અને પવનના જોરદાર સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો, અને માત્ર દોઢ જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં અને નાળામાં પાણી ભરાયા હતા.જો કે પાલિકાપ્રમુખ નવીનભાઈ પરમાર, કોર્પોરેટર સંજયભાઈ બ્રહ્મભટ્ટ(બકો ) તેમજ પાલિકાની ટીમે શહેરના લાખવડી ભાગોળ, કસ્બા, સોમનાથ રોડ, ગોપીનાળુ, ભમ્મરિયા નાળુ અને રાધનપુર રોડના ગરનાળા સહીતની મુલાકાત લઈને જાતમાહિતી મેળવી હતી.પાલિકા પ્રમુખ નવીનભાઈ પરમારે જણાવ્યું હતું કે દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં પાણી ભરાયા હતા,પરંતુ આ પાણીનો નિકાલ થઈ જવા પામ્યો હતો.તેમ છતાં જો ક્યાય પાણી ભરાય તો તેના નિકાલ માટે પાલિકા પાસે ફાઈટર ઉપલબ્ધ છે,તેનો ઉપયોગ કરીને પાણીનો નિકાલ થઈ શકશે.