સાંકળચંદ પટેલ યુનવર્સિટીમાં યુનિવર્સલ  હ્યુમન વેલ્યુઝ પર ત્રિ-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો શુભારંભ

શેર કરવા અહીં ક્લિક કરો.

વર્કશોપનું સુચારુ અને અસરકારક આયોજન સુનિશ્ચિત કરવા માટે AICTE દ્વારા ઈવેન્ટ માટે નિરીક્ષક પ્રો. કિંજલ વોરાની નિમણૂક કરવામાં આવી છે

ગરવી તાકાત, વિસનગર તા. 11-  સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર, ગુજરાત દ્વારા 11 થી 13મી જાન્યુઆરી 2024 દરમિયાન ફેકલ્ટી માટે યુનિવર્સલ હ્યુમન વેલ્યુઝ પર ત્રિ દિવસીય ઑફલાઇન ઇન્ટ્રોડક્ટરી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના માનનીય પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ સર, પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) પ્રફુલકુમાર ઉદાણી અને કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ.એન.શાહ સાહેબ, એ.આઈ.સી.ટી.ઇ માંથી આવેલ પ્રતિનિધિ ડૉ. ઈલા દીદી, ડૉ. મણિલાલ અમીપરા અને પ્રો. કિંજલ વોરા સાથે મળીને કર્યું હતું.

શ્રી પ્રકાશ પટેલ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમાજના યુવાનોમાં માનવીય મૂલ્યો કેળવવા માટે થઈ રહેલા પ્રયાસોને સમર્થન કરેલ અને અલગ અલગ કોર્સની જરૂરિયાત અને આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે જીવનના ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. રિસોર્સ પર્સન ડૉ. ઈલા દીદી દ્વારા શ્રોતાઓને સંબોધતા તેઓએ આધુનિક સમાજમાં માનવીય મૂલ્યોને સમજવાની અને તેના સંસ્કાર ની સમજણ કેળવવા પર ભાર મૂક્યો હતો.

વર્કશોપનું સુચારુ અને અસરકારક આયોજન સુનિશ્ચિત કરવા માટે AICTE દ્વારા ઈવેન્ટ માટે નિરીક્ષક પ્રો. કિંજલ વોરાની નિમણૂક કરવામાં આવી છે. આ વર્કશોપ આધુનિક સંદર્ભમાં માનવીય મૂલ્યોની સમજણ અંગે વિચાર-વિમર્શ કરશે અને વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં તેને સ્થાપિત કરવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં 100 થી વધારે અધ્યાપકોએ હાજરી આપી હતી. લોકલ પ્રોગ્રામ કો ઓર્ડીનેટર તરીકે અધ્યક્ષશ્રી  ડો. જયેશ પટેલ જવાબદારી નીભવેલ.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.