ગરવી તાકાત,બનાસકાંઠા
આઇવા ડમ્પરની ચોરી ઉપરાંત સૂઇગામ પોલીસ મથકે નોંધાયેલ ડમ્પરની ચોરીની પણ કરી કબૂલાત
પાલનપુર તાલુકાના ચડોતર ગામ પાસેથી ડમ્પર લઈ જઈ રહેલ બાબુલાલ માનસિંગભાઇ નામના ડ્રાઇવરને ડમ્પર રોકાવી તેમનું સ્વિફ્ટ ગાડીમાં અપહરણ કરી ડીસા ઉતારી દઈ ડમ્પરની લૂંટ કરી લૂંટારૂઓ ભાગી છૂટ્યા હતા. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલવા પાલનપુર તાલુકા પી.એસ.આઇ. બી.આર.પટેલ તથા તેમની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં રાજસ્થાનના પાલડી પોલીસ મથક વિસ્તારમાંથી ચડોતર પાસેથી આઇવા ડમ્પરની લૂંટ કરી જનાર આરોપીઓને ઝડપી લેવાયા હતા. જેમાં પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછમાં સૂઇગામ પોલીસ મથકમાં નોંધાયેલા ડમ્પર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં લૂંટ, ચોરી અને અપહરણ સહિતના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી છે. ત્યાં લૂંટ સહિતના નવા ગુનાઓ પણ નોંધાઈ રહ્યા છે. જેમાં પાલનપુર તાલુકાના ચડોતર ગામ નજીક આઈવા ડમ્પર લઈ જઈ રહેલ બાબુલાલ માનસીંગભાઇ ભમારનું અજાણ્યા ઇસમોએ સ્વિફ્ટ કારમાં અપહરણ કરી ડીસા ઉતારી દઈ આઇવા ડમ્પરની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે વિનુભાઇ છગનજી વણઝારાએ ફરીયાદ નોંધાવી હતી. જે કેસમાં લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પાલનપુર તાલુકા પી.એસ.આઇ બી.આર.પટેલ તેમજ તેમના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો – 5 દિવસના ચોમાસુ સત્રમાં 24 વિધેયકો પસાર કરાશે : પ્રદીપસિંહ જાડેજા
જેમાં રાજસ્થાનના પાલડી પોલીસ મથક વિસ્તારમાં આ આરોપીઓને પોલીસે ઝડપી લઇ સઘન પૂછપરછ કરતાં આઇવા ડમ્પર અને ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ કાર મળી આવતાં ધરપકડ કરાઇ હતી. જેમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતા સૂઇગામ પોલીસ મથક ખાતે નોંધાયેલા ડમ્પર ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાઈ જવા પામ્યો છે. ત્યારે આરોપીઓ રાજસ્થાન રાજ્યના હોઇ તપાસ દરમિયાન જિલ્લાના વધુ વાહન ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
(૧)મદનલાલ પ્રહલાદ રામ મેઘવાલ રહે.કુછડી જી. જેસલમેર
(૨)મેગારામ ભૂરારામ મેઘવાલ રહે.સમ જી.જેસલમેર
(૩)ફતનખાન માજિખાન સિંધી રહે.ધનવા જી.જેસલમેર
સી.સી.ટી.વી કેમેરાની તપાસમાં ડમ્પર સાથે આરોપી દેખાયા હતા
આ કેસમાં પોલીસે રાજસ્થાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી. જેમાં ઉપરોક્ત ચોરાયેલા આઇવા ડમ્પર સાથે આરોપીઓ સીસીટીવી કેમેરામાં જણાઈ આવતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી રાજસ્થાન પોલીસને એલર્ટ કરી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.