થરાદ ના ગ્રામિણ વિસ્તારો અને  થરાદ શહેરમાં પણ વરસાદનું ઝાપટું પડવા પામ્યું હતું.જેના કારણે પાણી રેલાંયાં હતાં. બીજી બાજુ કોરોનાના કહેર વચ્ચે રાજ્યસરકારના આદેશથી એક મહિનાથી શરૂ કરાયેલા થરાદના માર્કેટમાં શરૂઆતથી જ વિવિધ પાકોની સારી એવી આવકો થઇ રહી છે. જો કે બુધવારની સાંજે એકાએક આંધી સાથે વરસાદ થતાં વેપારીઓ દ્વારા ખેડુતો પાસેથી ખરીદીને તેમની દુકાનો આગળ (માર્કેટમાં) રાખવામાં આવેલ માલનો નિકાલ કરવામાં આવે તે પહેલાં ખુલ્લામાં પડેલા અનેક વેપારીઓના રાયડો, જીરા,અજમા સહિતના પાકની બોરીઓ પલળવાના કારણે તેમને નુકશાન થવા પામ્યું હતું. માર્કેટયાર્ડના  વેપારી  દ્વારા જણાવ્યું હતું કે એકાએક આવી રહેલા પડેલા વરસાદના કારણે થરાદ માર્કેટયાર્ડના વેપારીઓના લાખો રૂપીયાના માલની હજારો બોરી વરસાદમાં પલળી જવા પામી હતી તેવું જણાવ્યું હતુ જેના કારણે વરસાદના કારણે વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બરાબર એક મહિના પહેલાં પણ આવી રીતે એકાએક આંધી સાથે કમોસમી વરસાદ થવાથી પણ ખેડુતોને મોટુ નુકશાન ભોગવવું પડ્યું હતું.