મહેસાણા:જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માંગતા લોકો અરજી કરી શકશે, 75 ટકા સહાય

શેર કરવા અહીં ક્લિક કરો.

વર્ષ 2020-21 માં ભારત સરકારના નેશનલ મિશન ઓન સસ્ટેનેબેલ એગ્રીકલ્ચર (એન.એમ.એસ.એ) અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઊભી કરવા માંગતા તમામ એગ્રી ક્લિનિક અને એગ્રી બિઝનેશ સેન્ટર (AS&ASC) ખેતી સાહસિકો, સેવા નિવૃતિ વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ (SHG) ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન(FPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયબેલીટી ગ્રુપ, ફોર્મલ કો-ઓપરેટીવ સોસાયટીઝ,PAC, ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રિટેલર્સ અને શાળાઓ/કોલેજો વગેરે પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.

ખેતી સાહસિકોને ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા માટે જરૂરી મશીનરી સાધનો, રસાયણો, ગ્લાસવેર ખરીદી, ઇલેકટ્રીસીટી અને પાણીની સુવિધા ઉપરાંત કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેન,ર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બ્રોડબેન્ડ તથા પ્રયોગશાળાને લગતી અન્ય સામગ્રી તથા કન્ટીજન્સી ખર્ચ મળી કુલ રૂ.5.00 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ ખર્ચની મર્યાદા સામે એક જ વખતના 75 ટકા લેખે રૂ.75 લાખ લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે જ્યારે રૂ.1.25 લાખ લાભાર્થીએ જાતે ભોગવવાનો રહેશે.

આ યોજનાનો લાભ લેવા માંગતા લોકોએ ઓછામાં ઓછી વિજ્ઞાનના વિષયો સાથે બીજા વર્ગની મેટ્રિક પાસ ની લાયકાત ધરાવતા હોવા જોઈયે.તથા કોમ્પ્યુટરની જાણકારી ધરાવતાં તેમજ પ્રયોગશાળા સ્થાપવા માટે પોતાનું અથવા ભાડાનું મકાન ધરાવતા ઉપરોક્ત સ્થાનિક વ્યક્તિઓ/સંસ્થાઓને નિયત નમૂનામાં ઉપર મુજબના ક્ષેત્રોના રસ ધરાવતી વ્યક્તિ/સંસ્થાઓ/ગ્રુપો ની અરજીઓ સ્વીકાર કરવામાં આવશે. અરજી તથા બાહેધરી પત્રક નાયબ ખેતી નિયામક (વી)ની કચેરી, બ્લોક નંબર-૧, બીજો માળ, બહુમાળી ભવન, મહેસાણાની કચેરીએ તા. 04 ડિસેમ્બર 2020 સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન રૂબરૂમાં મેળવી લેવા જણાવવામાં આવે છે. અરજી મેળવ્યા બાદ તેમાં માગ્યા મુજબની સંપૂર્ણ વિગતો ભરી તમામ જરૂરી વિગતો/સાધનિક દસ્તાવેજો સાથે ઉપર જણાવેલી કચેરીમાં તા.11 ડિસેમ્બર 2020 સુધીમાં જમા કરાવવાનું રહેશે.

 

 

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.