આ વખતે ચોથનો ક્ષય હોવાથી 8 દિવસની નવરાત્રી

શેર કરવા અહીં ક્લિક કરો.

કોરોના સંક્રમણમાં ઘટાડાની સ્થિતિને ધ્યાને લઇને રાજય સરકાર દ્વારા આદ્યશક્તિની આરાધના પર્વ નવરાત્રિ સંદર્ભ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેથી આણંદ-ખેડા જિલ્લામાં પણ બે વર્ષ બાદ નવરાત્રિની ઉજવણી કરાશેના આનંદ સાથે ખેલૈયા, શેરી-સોસાયટીના ગરબા આયોજકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જાે કે બીજી તરફ છેલ્લા દોઢેક માસથી દોઢિયા દાંડીયા રાસની તૈયારી કરી રહેલા ખેલૈયાઓ કોમર્શિયલ આયોજનને મંજૂરી ન મળતા નિરાશ થયાનું સાંભળવા મળી રહ્યું છે.જાે કે આ વર્ષ તિથિના સંયોગ વચ્ચે ચોથનો ક્ષય હોવાથી નવરાત્રિમાં એક દિવસ ઓછો છે.

આ પણ વાંચો – CM નુ પદ છીનવાઈ જવાના ડરે શીવરાજ સીંહે મેરોથોન બેઠકો યોજી રહ્યા છે – અમીત શાહે રાકેશ સીંહના કર્યા હતા વખાણ !

આગામી 7થી14 ઓકટો. સુધી નવરાત્રિ પર્વની ઉજવણીને લઇને ચરોતરના માઇમંદિરોમાં ધાર્મિક આયોજનો અંગેની તૈયારીઓ આરંભવામાં આવી રહી છે.જેમાં ઘટસ્થાપનથી માંડીને મોટી આઠમની ઉજવણી અંગે આયોજન શરુ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષ ચોથના ક્ષય સાથે ત્રીજ અને ચોથ એક જ દિવસે 9 ઓકટો. શનિવારે ઉજવાશે.

જયોતિષોના મતાનુસાર ગુરુવારે 7 ઓકટોબરના રોજ આસો સુદ પડવાની સાથે શારદીય નવરાત્રિની શરુઆત થશે. ઘટસ્થાપન, દીપ સ્થાપન, કળશ સ્થાપના મુહૂર્ત માટે સૂર્ય ઉદય પ્રમાણે શુભ ચોઘડિયું સવારે 6.31થી 8 વાગ્યા સુધીનું છે. જયારે 13 ઓકટોબરના રોજ બુધવારે આસો સુદ આઠમની સાથે ઉપવાસ તેમજ હવનાષ્ટમી, હવન પૂજા કરી શકાશે. આસો માસના આરંભ સાથે જ પ્રથમ નવ દિવસની નવરાત્રી પર્વ હોય છે. પરંતુ આ વર્ષ ચોથનો ક્ષય છે. શનિવારે 9 ઓકટો. સવારે 7.48 કલાક સુધી જ ત્રીજ છે અને પછી ચોથ બેસી જાય છે. આથી વિનાયક ચોથ શનિવારે કરવાની રહેશે. 12 ઓકટો.ના રોજ મંગળવારે આખો દિવસ સાતમ છે અને રાત્રિએ 9.49 વાગ્યેથી આઠમ શરુ થશે. જેથી ૧૩ ઓકટો. બુધવારે રાત્રિએ 8.08 વાગ્યા સુધી આઠમ સાથે મહાષ્ટમી, હવનાષ્ટમીની ઉજવણી થઇ શકશે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.