ગુજરાતનો આ રોડ હવે હીરા બાના નામે ઓળખાશે, તેમને 100 માં જન્મદિવસની ખાસ ભેટ

June 16, 2022

— ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપનો રોડ ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે ઓળખાશે :

— ગાંધીનગર મહાનગરપાલિકાએ કર્યો નિર્ણય. મનપા કમિશ્નરને ચૂંટાયેલી પાંખએ પત્ર લખીને કરી જાણ :

ગરવી તાકાત ગાંધીનગર :  18 જૂન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાનો જન્મદિવસ છે. 18 જૂને હીરાબાને 100 વર્ષ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદી પણ ગુજરાતમાં છે. તેમનો માતા સાથેનો નાતો અનેરો છે. તેથઈ તેઓ માતા હીરાબા સાથે મુલાકાત કરી શકે છે. પીએમ મોદી માતાની 100 મી વર્ષગાંઠ મનાવી શકે છે અને તેમના આશીર્વાદ લેશે. જોકે, આ પહેલા ગાંધીનગરના એક રોડને હીરાબાનુ નામ અપાયું છે.

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને ‘પૂજ્ય હીરાબા માર્ગ’ તરીકે નામાભિધાન કરાશે. ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનાં બોધપાઠ લઈ શકે તે હેતુસર રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને “પૂજ્ય હીરાબા માર્ગ” નામકરણ કરવાનું નક્કી કરાયુ છે.

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડે ‘પૂજ્ય હીરાબા માર્ગ’ નામ આપવામાં આવ્યુ છે. આ વિશે ગાંધીનગર પાલિકા દ્વારા જણાવાયુ કે, જેઓએ પોતાના સમગ્ર જીવન, ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાથી દેશની સેવા કરી છે તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા આવતીકાલે 18 જૂને 100 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે.

ત્યારે ગાંધીનગરના લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રાસયણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામકરણ કરાયુ છે. હીરાબાનું નામ સદાય જીવંત રહે અને ભવિષ્યમાં આવનાર પેઢી તેમના જીવનમાંથી ત્યાગ, તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાનો બોધપાઠ લે તે હેતુથી આ માર્ગને તેમનુ નામ આપવામાં આવ્યુ છે.

તો બીજી તરફ, હીરાબાના 100 માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં પણ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયુ છે. આ નિમિત્તે જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયુ છે. તો અમદાવાદના જગન્નાથ મંદિરમાં આવતીકાલે પણ ભંડારાનું આયોજન કરાયુ છે. હીરાબા પરિવાર સાથે જગન્નાથના દર્શન કરશે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0